• મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ SOU સત્તાધીશો તેઓ અને સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો કરી રહ્યાંનો આરોપ લગાવ્યો
  • અમે, રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસીઓને રોજગારીની જાહેરમાં બાંહેધરી આપી રહ્યા છે અને SOU ના સત્તાધીશો આદિવાસીઓને ખદેડી રહ્યાં છે-મનસુખ વસાવા
  • સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો કેટલાક સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

WatchGujarat. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણથી છેલ્લા 25 વર્ષથી પોતાની બાપદાદાની જમીન ઉપર નાના મોટા વેપાર ધંધા કરી રોજગારી મેળવતા આદિવાસીઓને SOU સતામંડળના કેટલાક અધિકારીઓ ખદેડી રહ્યા હોય જેનાથી સાંસદ, રાજ્ય, કેન્દ્ર સરકાર અને ભાજપની છબી આદિવાસીઓમાં બગડી રહી હોવાની રજુઆત સાથે ભરૂચ MP મનસુખ વસાવાએ CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

ભરૂચ અને નર્મદા સાંસદ MP મનસુખ વસાવાએ CM ને લખેલા પત્રમાં લખયુ છે કે, નર્મદા જિલ્લામાં SOU નજીક લીંબડીબાર ફળીયાના ગ્રામજનો પોતાની બાપદાદાની જમીન પર નાના મોટા ધંધા કરી રોજગારી મેળવે છે. તેવા લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વહીવટીતંત્ર દ્વારા રંજાળવામાં આવે છે. પહેલા આ વિસ્તારમાં શાકભાજી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતી બહેનો પથારાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્રએ રફેદફે કરી નાખ્યા હતા.

જયારે જે.પી. કંપની દ્વ્રારા ડેમનું કામ ચાલતુ હતુ , ત્યારે ધંધા રોજગાર જોરછોરમાં ચાલતા હતા , તે 25 વર્ષથી આ વિસ્તારમાં ધંધા રોજગાર કરતા હતા , તેમને આજે ખદેડી મુકવામાં આવ્યા છે. એકબાજુ અમે તથા રાજય સરકાર, કેન્દ્ર સરકાર સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપવા માટે જાહેરમાં બાહેધરી આપી છે. અને બીજી તરફ અમે બદનામ થઈએ, સરકાર બદનામ થાય તેવા પ્રયત્નો કેટલાક સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

જેના કારણે સમગ્ર આદિવાસી આલમમાં સરકાર અને ભાજપ માટે નારાજગી ઉભી થઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સતા મંડળને કાંક અવ્યવસ્થા ઉભી થતી હોય તો સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરી પ્રશ્નને ઉકેલવાના પ્રયત્ન કરવા જોઈએ , પરંતુ આ વિસ્તારના આદિવાસીઓને રંજોડવામાં આવે તે ખરેખર યોગ્ય નથી. જેથી CM ને આ વિસ્તારના ગરીબ આદિવાસીઓના હિતમાં તથા ધંધા રોજગાર ચાલે તે માટે યોગ્ય ધટતુ કરવા રજુઆત કરાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud