• રાજપીપળામાં નોંધારાનો આધાર પ્રોજેક્ટના લોન્ચિંગ વેળા જ CM ની ઉપસ્થિતિમાં ભરૂચ MP એ ભાખી ભવિષ્ય વાણી
  • ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીને લઈને આપ્યા મોટા સંકેત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડીશું અને નર્મદા જિલ્લાની તમામ બેઠકો ભાજપ જીતશે : મનસુખ વસાવા

WatchGujarat. ગુજરાત વિધાન સભાની ચૂંટણી આગામી 5 થી 6 મહિનામાં જ યોજાશે તેવું ભવિષ્ય ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભખ્યું છે. રાજપીપળા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જ આ નિવેદન MP એ આપ્યું છે.

રાજ્યમાં આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાતના ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું હાલ એક મહત્ત્તવપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. મનસુખ વસાવાએ હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે આજે જણાવ્યું છે કે ગુજરાતમાં ખૂબ ઓછા સમયમાં વિધાનસભા ચૂંટણી આવશે.

આગામી 5 થી 6 મહિનામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે. આ સાથે જ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સંકેત આપી દીધા છે. ગુજરાતના સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડીશું. અને નર્મદા જિલ્લાની તમામ બેઠકો ભાજપ જીતશે.

રાજપીપળામાં ગુરૂવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અદયક્ષ સ્થાને નોંધારાનો આધાર પ્રોજેક્ટના વેબ પોર્ટલનું લોન્ચિંગ કરાયું હતું. આ પ્રસંગે મંત્રી પુરણેશ મોદી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ હાજર હતા.

ભરૂચ MP મનસુખ વસાવાએ રાજ્યમાં આગામી 5 થી 6 મહીનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાશે તેવો સીધો સંકેત તેમના નિવેદનમાં આપી દીધો હતો. ગુજરાતમાં વહેલી ચૂંટણી સાથે તે CM ભુપેન્દ્ર પટેલના વડપણમાં યોજાશે અને ભાજપ BJP ભવ્ય વિજય પતાકા લહેરાવશે. સાથે જ નર્મદા જિલ્લાની વિધાનસભાની તમામ 2 બેઠક BJP જીતશે તેવો પણ આશાવાદ સાંસદે વ્યક્ત કર્યો છે. હાલ નર્મદા જિલ્લાની ડેડીયાપાડા અને નાંદોદ બેઠક BTP અને કોંગ્રેસના હાથમાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud