1396.35 મીટર લાંબા 29 સ્પાનના બ્રિજ ઉપર છેલ્લું ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરાયું
મુંબઈ JNPT થી UP ના દાદરી સુધી વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરની 1504 KM લંબાઈ
હવે ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન દેશમાં 15000 ટન ક્ષમતા સાથે 100 KM ની ઝડપે દોડશે : રેલ મંત્રાલય
વિક્કી જોશી. (WatchGujarat.) ભરૂચની નર્મદા નદી ઉપર એક બાદ એક દેશના સૌથી લાંબા બ્રિજોનું નિર્માણ સાકાર થઈ રહ્યું છે. અગાઉ કેબલ સ્ટેઇડ બ્રિજ બાદ એક્સપ્રેસ વે નો 8 લેન કેબલ બ્રિજ હવે 1400 મીટર લાંબો દેશનો સૌથી લાંબો ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેનનો બ્રિજ પૂર્ણ થવા જઈ રહ્યો છે.
ભરૂચ અને નર્મદા નદી ભારત માટે પ્રાચીન સમયથી લઈ આજે આધુનિક યુગમાં પણ વેપાર, વાણિજ્ય, ઉધોગ અને વિકાસનું પ્રવશેદ્વાર તેમજ સેતુ સમાન જ પુરવાર થઇ રહ્યું છે. અંગ્રેજોના સમયથી નર્મદા નદી ઉપર પૂર્વ-પશ્ચિમ ભારતને જોડતો 142 વર્ષ જૂનો ગોલ્ડન બ્રિજ હોય કે બાદમાં રેલવેનો સિલ્વર બ્રિજ. મુંબઈ-દિલ્હીને જોડતા હાઇવે પરના જુના અને નવા સરદાર બ્રિજ. કે ફોરલેન એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ.
ભરૂચ નર્મદા નદી અને તેના ઉપર બ્રિજ (સેતુઓ) નો આ સિલસિલો આટલેથી નથી અટકતો. જે બાદ એક્સપ્રેસ વે માટે નર્મદા નદી ઉપર તાજેતરમાં જ દેશનો પ્રથમ 8 લેન કેબલ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. હજી બુલેટ ટ્રેનના દેશના સૌથી મોટા બ્રિજનું કાર્ય પ્રગતિમાં છે. ત્યારે 1505 કિલોમીટર યુ.પી. ના દાદરીથી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટને જોડતો વેસ્ટર્ન ફ્રેઈટ ડેડીકેટેડ કોરિડોર હેઠળ નર્મદા નદી ઉપર દેશનો સૌથી લાંબો ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેનના બ્રિજનો 29 મો ગડર સફળતા પુરબલ4 ગોઠવી દેવાયો છે. કુલ 1396.35 મીટર લાંબા આ સ્ટીલ બ્રિજની એક લાઈનની કામગીરી પૂર્ણ થયાની જાહેરાત રેલ મંત્રાલયે ખુદ આપી છે.
ગુડ્ઝ ટ્રેન માટે અલિયાદો ત્રીજો ટ્રેક કાર્યરત થઈ જતા ભરૂચની નર્મદા નદી ઉપર 100 થી 250 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેન, વાહનો અને ગુડ્ઝ ટ્રેન સમાંતર દોડશે અને દેશની પ્રગતિમાં ગતિ પ્રદાન કરશે.
મુંબઈ JNPT થી UP ના દાદરી સુધી વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરની 1504 KM લંબાઈ
હવે ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેન દેશમાં 15000 ટન ક્ષમતા સાથે 100 KM ની ઝડપે દોડશે : રેલ મંત્રાલય
વિક્કી જોશી.(WatchGujarat.) ભરૂચની નર્મદા નદી ઉપર એક બાદ એક દેશના સૌથી લાંબા બ્રિજોનું નિર્માણ સાકાર થઈ રહ્યું છે. અગાઉ કેબલ સ્ટેઇડ બ્રિજ બાદ એક્સપ્રેસ વે નો 8 લેન કેબલ બ્રિજ હવે 1400 મીટર લાંબો દેશનો સૌથી લાંબો ડબલ ડેકર ગુડ્ઝ ટ્રેનનો બ્રિજ પૂર્ણ થવા જઈ રહ્યો છે.