• ભરૂચ પાસ થઈ જશે તો અમે ટાઈમે નીકળી જઈશું, જિલ્લો તમામ પ્રકારનું એક્સપોઝર ધરાવે છે
  • પોલીસ, કોર્ટ અને તબીબ પાસે કોઈ જવા નથી માંગતું, પણ અમે અમારી પાસે આવનાર દરેકની તકલીફ દૂર કરવાનો પ્રયાસ સદા કરીશું
  • પંચમહાલ જિલ્લામાંથી જ બદલી થઈ ભરૂચ જિલ્લામાં SP તરીકે નિમણુંક પામેલા IPS ડો. લીના પાટીલનો આવકાર સમારંભ યોજાયો હતો.

WatchGujarat. ભરૂચ જિલ્લો ખૂબ જ સંવેદનશીલ હોય અને તમામ પ્રકારનું એક્સપોઝર ધરાવતો હોય ત્યારે જિલ્લાની પ્રજા અને તમામનો સાથ સહકાર તેમને મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લામાં લો એન્ડ ઓર્ડર, ટ્રાયબલ ઇસ્યુ, ઇન્ડસ્ટ્રીયલ ઇસ્યુ અને ભૂતકાળના હાઇવેના ટ્રાફિક ઇસ્યુ ને નવા SP ડો. લીના પાટીલે યાદ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, અમારે કર્યાક નીકળવાનું હોય તો પહેલો સવાલ એ જ હોય કે ભરૂચમાં ટ્રાફિકની  સ્થિતિ શુ છે.

ભરૂચ પાસ થઈ જશે તો અમે ટાઈમે નીકળી જઈશું હવે આ હાઇવેનો જૂનો ઇસ્યુ તો હલ થઈ ગયો છે. સામાન્ય રીતે લોકો પોલીસ, કોર્ટ અને તબીબ પાસે જવા નથી માંગતા પણ એવી તકલીફ આવી પડે ત્યારે જવું પડે છે. મારા અને ભરૂચ પોલીસના હંમેશા એવા પ્રયત્નો રહેશે કે,પોલીસ પાસે તકલીફ લઈને આવનાર કોઈ ને પણ સમયસર મદદ મળી રહે. અને તેઓની તકલીફ દૂર કરવાના અમારા બનતા તમામ પ્રયત્નો રહેશે.

નવા જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે અંતે આશા વ્યક્ત કરી હતી કે, નર્મદા નદી અહીં થી વહે છે, હું ભરૂચની સેવા કરવા આવી છું. ત્યારે પ્રજાના સાથ સહકાર સાથે નર્મદા મૈયની પણ કૃપા બની રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners