• હાઈરિસ્ક કન્ટ્રીમાંથી આવેલા 492 લોકોનો ટેસ્ટ નેગેટિવ આવતા હાલ રાહત, તમામ હોમ આઇસોલેટ
  • જિલ્લામાં એક સપ્તાહમાં જ 141 લોકો સૌથી વધુ કોરોના જોખમ ધરાવતા દેશોમાંથી આવ્યા

WatchGujarat. ભરૂચ જિલ્લામાંથી ખાસ કરી દક્ષિણ આફ્રિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સાઉદી, રશિયા અને અમેરિકામાં વધુ લોકો વેપાર, ધંધા, રોજગાર અને અભ્યાસ માટે આવાગમન કરતા હોય છે તેમાં પણ સાઉથ આફ્રિકા ઠરીઠામ થયેલા લોકોનો વર્ગ વિશેષ હોય કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટની આફતને લઈ જિલ્લાનું પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. નવા વેરિયન્ટ બાદ વિદેશથી જિલ્લામાં આવેલા 1257 લોકોને લઇ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈ ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિદેશથી આવેલા 1257 લોકોને લઈ તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. એરપોર્ટ ઉપર જ અન્ય દેશોમાંથી આવતા લોકોનું સ્ક્રેનિગ અને રિપોર્ટ કાઢવામાં આવે છે. જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને એરપોર્ટ બહાર પ્રવેશ અપાઇ છે.

કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટને લઈ સરકારી ગાઈડલાઈન મુજબ ભરૂચ જિલ્લા તંત્ર પણ તકેદારીના તમામ પગલાં લઈ રહ્યું છે. ખાસ કરી જિલ્લામાં વિદેશથી આવેલા લોકોનું સ્ક્રીનિગ અને રિપોર્ટ ઉપર વિશેષ ધ્યાન અપાય રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી છેલ્લા 41 દિવસમાં વિદેશથી 1257 લોકો આવ્યા છે. જે તમામના એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ બાદ 8 દિવસ પૂર્ણ થતા કરાયેલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ વિદેશથી આવેલા તમામ લોકોને હોમ આઇસોલેટ કરી જિલ્લાનું આરોગ્ય ખાતું તકેદારી અને સલામતીના તમામ પગલાં લઈ રહ્યું છે.

એમિક્રોનની આફત વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં જ 141 જ્યારે 36 દિવસમાં 492 NRI હાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાંથી વિદેશ ગયેલા લોકોને લઈ પરિવારજનો ચિંતિત થઈ ગયા છે. હાલમાં જ વિદેશ ગયેલા જિલ્લાના લોકોના પરિવારજનો પણ નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાઈ ગયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud