• હાઇવે ઉપર ટ્રકમાં ભરેલી સોપારીની બોરીઓમાંથી 64 બોરી 4160 કિલો તસ્કરો ચોરી ગયા
  • ટ્રક ચાલક પેટ્રોલ પમ્પ નજીક વાહન પાર્ક કરી ઉઘતો હતો ત્યારે સોપારીનો ખેલ ખેલાયો
  • CCTV માં અન્ય એક ટ્રક ચાલક બોરીઓ ચોરી કરી જતા નજરે પડ્યો

WatchGujarat. અંકલેશ્વર નેશનલ હાઇવે પર પાર્ક કરેલી ટ્રકમાંથી તસ્કરોએ ₹ 21.84 લાખની સોપારીની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધવાઈ છે. પેટ્રોલ પમ્પના સીસીટીવીમાં અન્ય એક ટ્રક ચાલક સોપારીની બોરીઓ ચોરી કરતા નજરે પડ્યો હતો.

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર માંડવા પાસે આવેલા પેટ્રોલ પમ્પ નજીક ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા ટ્રકમાંથી સોપારી ભરેલી બોરીની ચોરી હતી. ટ્રકમાંથી કુલ ₹ 21.84 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.

કર્ણાટકમાં રહેતો ટ્રક ચાલાક અબ્દુલ સુકુર અબ્દુલ અઝીઝ મૂડી ટ્રક નંબર-કે.એ.20.ડી.8226માં સિરસી સોપારીની 372 નંગ ગુણો ભરી અમદાવાદ ખાતે જઈ રહ્યો હતો. આ દરમિયાન અંકલેશ્વર હાઇવે ઉપર ટ્રકમાં ખામી સર્જાતા ટ્રક ચાલકે માંડવા પાસે આવેલા પેટ્રોલ પમ્પમાં ડીઝલ ભરાવી નજીક ખુલ્લી જગ્યામાં ટ્રક પાર્ક કરી સુઈ ગયો હતો. ત્યારે તેઓની ટ્રકની બાજુમાં અન્ય ટ્રક ચાલકે ટ્રક પાર્ક કરી સોપારીની 64 ગુણોમાંથી 4160 કિલો સોપારી મળી કુલ 21.84 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ચોરી અંગે ટ્રક ચાલકે નજીકમાં રહેલા પેટ્રોલ પંપના સીસીટીવી તપાસ કરતા એક ટ્રક ચાલક સોપારીઓનો જથ્થો ચોરી કરી જતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સોપારીની ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners