જિલ્લાના બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ અને ટેનિસના ખેલાડીઓ માટે કારકિર્દી બનાવવાનું ગ્રાઉન્ડ તૈયાર
₹ એક કરોડના 3 કંપનીના અનુદાનથી પોલીસ હેડ કવાટર્સ ખાતે તૈયાર કરાઈ સુવિધા
WatchGujarat. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ વિદાય લેતા પેહલા ભરૂચના ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું ઉત્તમ સ્થળ આપ્યું છે. ત્રણ કંપની દ્વારા અપાયેલા રૂપિયા એક કરોડ અને પાંચ લાખના અનુદાનમાંથી પોલીસ હેડ કવાટર્સ ખાતે તૈયાર કરાયેલા બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ અને ટેનિસ ગ્રાઉન્ડનું લોકાર્પણ કલેકટર, SP સહિતના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે બેડમીન્ટન , વોલીબોલ , બાસ્કેટબોલ , ટેનીસ ગ્રાઉન્ડનુ લોકાર્પણ સોમવારે કરવામાં આવ્યું હતુ. જેમા ભરૂચ જીલ્લા કલેકટર તુષાર ડી.સુમેરા , પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જીલ્લા વિકાસ અધિકાર યોગેશ ચૌધરી, ભરૂચ મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા કંપનીઓના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
બેડમીન્ટન , વોલીબોલ , બાસ્કેટબોલ , ટેનીસ ગ્રાઉન્ડનુ લોકાર્પણ કલેકટર તથા પોલીસ અધિક્ષકના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ પોલીસ હેડ કવાર્ટર ખાતે ભરૂચ જીલ્લાના વિવિધ ઔધૌગીક એકમોના CSR ફંડમાંથી રૂપીયા એક કરોડ પાંચ લાખનું અનુદાન બિરલા ગ્રેસીમ સાયખા , ઓપેલ કંપની દહેજ , એમ.આર.એફ કંપની દહેજ તરફથી તેમજ જીલ્લાના અન્ય ઔધૌગિક એકમો તરફથી ફાળવવામાં આવ્યુ હતુ.
સદર ગ્રાઉન્ડ પોલીસ પરિવાર તથા ભરૂચ જીલ્લાના બાળકો અને આશાસ્પદ યુવાનોની કારકિર્દીને પ્રોત્સાહન તેમજ પ્રેકટીસ મળી રહે તે હેતુસર તેઓના ઉજ્જવળ ભવિષ્ય સારૂ તૈયાર કરવામાં આવ્યું છે.