• વિદાય વેળા ભરૂચ જિલ્લા પોલીસ વડા ચુડાસમા ભાવુક અને ગળગળા થયા, તમામનો હદયથી નતમસ્તક વ્યક્ત કર્યો આભાર
  • પોલીસની ડ્યુટી થેન્ક્સ લેસ હોય છે, 24 કલાક પ્રજા પોલીસ જોડે વિતાવે તો અભિગમ બદલાઈ જશે

WatchGujarat. વિદાયની વેળા હંમેશા તમામ માટે કપરી હોય છે પછી એ IPS અધિકારી જ કેમ ન હોય. કંઈક આવું જ થયું જ્યારે નર્મદા કાંઠે ભરૂચમાં તેમના ફરજ કાળનો સૌથી બીજો લાંબો સમય 3 વર્ષ 8 મહિના અને 8 દિવસ વિતાવી મંગળવારે ભરૂચ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લા પોલીસ પરિવાર, પ્રજા વચ્ચેથી પરિવાર સાથે વિદાય લેવાનો પ્રસંગ હતો.

DSP ચુડાસમા ભાવુક અને ગળગળા થઈ ગયા હતા. તેમણે પોતાના કોન્સ્ટેબલથી લઈ તમામ સ્ટાફ, જિલ્લાની પ્રજાનો હૃદયથી નતમસ્તક થઈ આભાર માન્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકેના તેમના સમયમાં જે ઉપલબ્ધીઓ સફળતા મળી તેનો શ્રેય પોતાના સ્ટાફને તેઓએ આપ્યો હતો. જ્યારે કોઈ નિષ્ફળતા રહી હોય તો તે પોતે વ્યક્તિગત સ્વીકારી હતી.

112 કેસમાં મારી ટીમને 2 મહિના મહેનત કરવી પડી

SP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ જિલ્લામાં તેમની ફરજના સ્મરણો અંગે 112 કેસ એવા ગણાવ્યા હતા.જેમાં તેમની ટીમને 2 મહિના મહેનત કરવી પડી હોય. સૂટકેસ મર્ડર મિસ્ટ્રી, રેપ વિથ મર્ડર, લૂંટ, ગોલ્ડ લોન લૂંટ સહિતમાં ભરૂચ પોલીસે કરેલી કામગીરી બિરદાવી હતી. જ્યારે સંવેદનશીલ સરભાણ સગીરા મર્ડર અને રેપ કેસનો પણ ઉલ્લેખ કરી 18 વર્ષની નોકરીમાં એક ક્રાઈમ સીન આ એવો હતો જેની 5 વખત સ્પોટ વિઝીટ લેવાની ફરજ પડી હોવાનું ઉમેર્યું હતું.

ફક્ત 2 વખત નાઈટમાં જવું પડ્યું, વેલફેર અને ટ્રાવેલ્સ લૂંટ

કોરોના વચ્ચે ભરૂચ વેલફેર હોસ્પિટલની આગ અને ટ્રાવેલ્સ લૂંટની ઘટનામાં SP ચુડાસમાએ નાઈટમાં જવાનો વારો આવ્યો હતો. વેલફેરમાં 8 થી 10 હજારનું ટોળું 18 લોકોના મોત અને 48 દર્દીઓને રેસ્ક્યુ કરી શિફ્ટ કરવાનો બનાવ પોલીસ માટે પ્રજાના સહકારથી પાર પડ્યો હતો. જેમાં સરકારે ₹5 લાખનું ઇનામ પણ ભરૂચ પોલીસને યશસ્વી કામગીરી બદલ આપ્યું હતું.

પોલીસ પર પથ્થરાવ કરનારાઓને ભોજન પીરસ્યું

ઔદ્યોગિક જિલ્લામાં યશસ્વીની ઘટના હોય કે કોરોના વેળા જોલવામાં બેબાકળા બનેલા પરપ્રાંતિયોના ટોળા. 6 થી 8 હજારનું ટોળું ભેગું થયું હતું. SP એ પોતાના વાહન ઉપર ચઢી તેઓને બે હાથ જોડી સમજાવ્યા હતા. પોલીસ ઉપર પથ્થર મારો પણ થયો હતો પણ એ જ પોલીસે આ લોકોને ભોજન પીરસી તમામ વ્યવસ્થા કરી આપી હતી.

હું હંમેશા ભરૂચ જિલ્લાને મિસ કરીશ, આ જિલ્લો સંવેદનશીલ અને લાગણીશીલ

હું આ જિલ્લાને હંમેશા મિસ કરીશ. આ જિલ્લો સંવેદનશીલ અને લાગણીશીલ રહ્યો છે. પ્રજાનો પોલીસ પ્રત્યે જે અભિગમ છે તે તમે પોલીસ જોડે 24 કલાક રહો તો બદલાઈ જશે. લોકોને સમજાશે પોલીસ કેવા સંજોગોમાં કામ કરે છે.

3 નવા પોલીસ સ્ટેશન અને નવા હેડ ક્વાર્ટર SP ઓફિસની ભેટ

ભરૂચ જિલ્લામાં પ્રજાની માંગણી ને જરૂરિયાતને લઈ 3 નવા પોલીસ સ્ટેશન મંજુર કરાવ્યા. જેમાં અંકલેશ્વર સિટી એ અને બી ડિવિઝન કરાશે. જ્યારે નવા પાનોલી અને ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશન આગામી સમયમાં કાર્યરત થશે. ભરૂચ પોલીસ હેડ કવાટર્સ SP ઓફિસનું પણ નવું બિલ્ડીંગ બની રહ્યું છે. જે રાજ્યભરમાં અદ્યતન બની રહેશે.

Facebook Comments Box

Videos

Our Partners