• અંકલેશ્વર અને પાનોલીના 1700 ઉદ્યોગોનું એફલૂઅંટ દોઢ દિવસ સુધી બંધ રહેતા ઉદ્યોગો માથે પણ ઉત્પાદન લોસનો ખતરો
  • GPCB એ સ્થળ પર દોડી આવી સેમ્પલો લઈ, ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ કરવા સાથે નોટીસની કાર્યવાહી હાથ ધરી
  • NCT ને ભંગાણ દુરસ્ત કરતા ગુરૂવાર સુધીનો સમય લાગશે, સોમવારે રાતે ઉદ્યોગોને જાણ કરવા છતાં પ્રદુષિત પાણીનો વધુ જથ્થો આવી જતા આમલખાડીમાં દૂષિત પાણી ફરી વળ્યાં

WatchGujarat. અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોના પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ આપી દરિયામાં નિકાલ કરતી NCT ની લાઈનમાં સજોદ નજીક સોમવારે મધરાતે ભંગાણ પડતા આમલખાડીમાં પ્રદૂષિત પાણીની રેલમછેલ થઈ ગઈ છે. GPCB એ સ્થળ પર દોડી આવી સેમ્પલો લઈ નોટિસ આપવા સાથે ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરમાં આવેલ એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નર્મદા ક્લીન ટેક કે જેની જવાબદારી ઓદ્યોગિક વસાહતના ગંદા પાણીને શુદ્ધ કરી દરિયામાં છોડવાની છે. આજે એજ NCT દ્વારા પોતાના પ્લાન્ટમાંથી મોટા 2 પાઈપો દ્વારા આમલાખાડીમાં છોડી પર્યાવરણને ગંભીર નુકસાન કરતા ઝડપાયા હતા.

ઉમરવાડા જતા રસ્તા પર આવેલ પુલ પરથી આમલાખાડીમાં લાલ કલરનું અને તીવ્ર વાસ વાળું પ્રદુષિત પાણી વહી રહ્યું હોવાની માલુમ પડ્યું હતું. આ બાબતે સ્થાનિક પર્યાવરણ સંસ્થાએ તપાસ કરતા આ એફલુઅન્ટ NCT પ્લાન્ટ માંથી આવતું હોવાની શંકા ના આધારે NCT પ્લાન્ટ માં જતા ત્યાં નજરે જોતા જણાયું હતું કે, અંકલેશ્વર અને પાનોલી માંથી આવતા પ્રદુષિત પાણી ને ટ્રીટમેન્ટ કર્યા વગર આમલાખાડી માં મોટા બે પાઈપો દ્વારા છોડવામાં આવી રહ્યું છે.

આ બાબત ફરિયાદ GPCB ને કરતા જીપીસીબી દ્વારા સ્થળ તપાસ અને સેમ્પલો લઈ કાર્યવાહી હાથ ધરી છે. પીરામણ પંચાયત ના તલાટી રૂબરૂ પંચકેશ  કરી પોલીસ માં અરજી આપવામાં આવી છે. NCT ના અને નોટિફાઇડના વિભાગોના મુખ્ય અધિકારીઓ ના કેહવા મુજબ સજોદ નજીક NCT ની પાઈપલાઈન માં ભંગાણ સર્જાતા રાત્રે ઉદ્યોગે ને એફલુઅન્ટ ડીસ્ચાર્જ બંધ કરવાની સુચના આપવામાં આવી હોવા છતાં એફલુઅન્ટ ની આવક ચાલુ રહી હતી. NCT માં આવેલો રીઝર્વ ગાર્ડ-પોંડ પણ ફૂલ હોવાથી આમલાખાડીમાં પ્રદુષિત પાણી વહયું હતું.

જોકે થોડા દિવસ અગાઉ જ 24 કલાક નો શટ-ડાઉન આ ભરેલ ગાર્ડ-પોંડ ખાલી કરવામાં માટે લેવામાં આવ્યો હતો તો આટલી જલ્દી ગાર્ડ-પોંડ કેમ ભરાઈ ગયા અને જો ગાર્ડ-પોંડ ઓછા પડતા હોત તો અન્ય ગાર્ડ-પોંડ કેમ બનાવવામાં આવતા નથી. ગાર્ડ-પોંડ માં જગ્યા નથી. તો નોટિફાઇડ વિભાગ દ્વારા એફલુઅન્ટ પમ્પીંગ કેમ રોકવામાં આવતું નથી. ઉદ્યોગો એ પણ આવા સંજોગો માં એફલુઅન્ટ ના છોડવાની સુચના હોવા છતાં પોતાના પરિસર માં સંગ્રહ કરવાના નિયમ ની અવગણના કરી એફલુઅન્ટ છોડવાનું ચાલુ રાખી પોતાની બેજવાબદારી દર્શાવી રહ્યા છે.

આમાં NCT, નોટિફાઇડ અને ઉદ્યોગો બધા જ દ્વારા નિયમો ભંગ કરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો કરાયા છે. અને આ બધા ઉપર અંકુશ રાખવાની કાયદાકીય સત્તાઓ જેમની પાસે છે એવો સરકારી વિભાગ એટલે કે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ નું કોઈ અંકુશ હોય એમ લાગતું નથી. પર્યાવરણને નુકશાન સાથે હાલ તો બને વસાહતના 1700 ઉદ્યોગોને પણ તેમનો ડિસ્ચાર્જ બંધ કરાવતા પ્રોડક્શન લોસ વેઠવો પડશે.

સ્થળ તપાસ કરી સેમ્પલો લઈ નોટિસની કાર્યવાહી હાથ ધરાઈ

GPCB ના રિજનલ ઓફિસર આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, સ્થળ પરથી સેમ્પલો લેવામાં આવ્યા છે. સાથે જ આમલખાડીમાં પ્રદુષિત પાણી થલવાતા નોટિસ આપવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ મોકલી આપવામાં આવશે. જે બાદ વડી કચેરીની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરાશે.

ભંગાણના પગલે વધુ એફલૂઅંટ આવતા ઓવરફ્લો થઈ આમલખાડીમાં વહયું

NCT ના ચીફ ઓપરેશન હેડ પ્રફુલ પંચાલએ જણાવ્યું હતું કે, રાતે 12.30 કલાકે સજોદ નજીક લાઈનમાં ભંગાણ પડ્યું હતું. અંકલેશ્વર અને પનોલીના 170 ઉદ્યોગ સભ્યોને તેમનું પ્રદુષિત પાણી નહીં છોડવા સૂચના આપી હતી. જોકે 4 કલાક સુધી એફલૂઅંટ આવવાનું જારી રહેતા આમલખાડીમાં ઓવરફ્લો થઈ પાણી વહયું હતું. જેની જાણ જીપીસીબીને કરાઈ હતી. બીજી તરફ NCT ની લાઈનમાં ફ્લો વધુ હોય ટેન્કરો દ્વારા 2 મીટર નીચે આવેલી લાઈનમાંથી પાણી કાઢી હાલ લીકેજ શોધવામાં આવી રહ્યું છે. જે મળ્યા બાદ તેને દુરસ્ત કરતા દોઢ દિવસ લાગશે.

કેટલાક ઉદ્યોગો પૉન્ડ ગાર્ડ ન બનાવતા હોવાથી પણ સમસ્યા

GPCB દ્વારા તમામ ઉધોગોને તેમના પ્રદુષિત પાણીના સંગ્રહ માટે પૉન્ડ ગાર્ડ (તળાવ) બનાવવાની કાયદાકીય સૂચના અપાઈ છે. નાની કંપની 24 કલાક અને મોટા ઉદ્યોગો 48 કલાક તેમના પ્રદુષિત પાણી સંગ્રહ કરી શકે તેવા પૉન્ડ ગાર્ડ બનાવવાના હોય છે. જે બાદ NCT માં એફલૂઅંટ છોડવાનું હોય છે પણ કેટલાક ઉધોગો પોતાનું પ્રદુષિત પાણી સીધું જ શુદ્ધિકરણ માટે મોકલી આપતા હોવાથી પણ સમસ્યા સર્જાય રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud