અફરાતફરી વચ્ચે આખું ગામ રસ્તા ઉપર ભેગું થતા કોરોના પણ કોરાણે મુકાયો
કથળેલી સ્થિતિને કાબુમાં લેવા પોલીસના ઘાડે ધાડા દોડી આવ્યા
WatchGujarat. જંબુસર તાલુકાના કાવી ગામે સરપંચ અને ઉપસરપંચે સત્તાવાર ચાર્જ સંભાળ્યા બાદ નીકળેલા વિજય સરઘસમાં કોરોના કોરાણે મુકાયો હતો. એવામાં પથ્થરાવ થતા નાસભાગ અને અફરાતફરી વચ્ચે કેટલાક લોકોના માથા ફૂટવાની અને ઇજાગ્રસ્ત થવાની ઘટના બનતા પોલીસ કાફલો સ્થિતિને થાળે પાડવા દોડી ગયો હતો.
ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ભરૂચ જિલ્લામાં ચૂંટણી અદાવતો હજી પણ પુરી થવાનું નામ લેતી નથી. કમુરતા હટતા જ સમગ્ર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સરપંચ અને ઉપસરપંચ ચાર્જ સંભાળી રહ્યાં છે. ઉપસરપંચની નિમણુકો પણ કરી દેવામાં આવી છે.
મંગળવારે જંબુસર તાલુકાના કાવી ગામે પણ ઉપસરપંચની નિમણુંકની પ્રક્રિયા હાથ ધર્યા બાદ સરપંચ મીનાજબેન મુન્શી અને ડે. સરપંચે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ સમર્થકો અને ટેકેદારો દ્વારા ગામમાં વિજયી સરઘસ કાઢવામાં આવ્યું હતું. વિજય સરઘસમાં આખું ગામ ઉમટી પડતા કોરોનાની ગાઈડલાઈનના પણ ધજાગરા ઉડયા હતા. માસ્ક વગર ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સરઘસમાં શાંતિમાં પલિતો ત્યારે ચપાયો હતો જ્યારે તેમાં પથ્થર મારો કરવામાં આવ્યો હતો.
કોઈ વિઘ્ન સંતોષી કે હરીફ જૂથ દ્વારા પથરાવની ઘટનાને લઈ અફરાતફરી સાથે નાસભાગ મચી ગઇ હતી. જેમાં કેટલીક મહિલા સહિત લોકોના માથા ફૂટવા સાથે અફરાતફરીમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. ગામમાં પથરાવની ઘટનાને લઈ વાતાવરણ ડોહળાવા સાથે સ્થિતિ કથળતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ટોળાને વિખેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પથ્થરમારો કરનારા તત્વોને ઝબ્બે કરવા સાથે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.