ગુલાબની અસરથી 48 કલાકમાં જ મૌસમનો 20 % વરસાદ વરસ્યો
સપ્ટેમ્બરના 23 દિવસમાં જ સિઝનની રેકોર્ડ બ્રેક 58 ટકા જળવર્ષા
સૌથી વધુ 2019માં 184 % બાદ 2020 માં 150 % અને 2021 માં 105 % વરસાદ
WatchGujarat. સતત પાંચમાં વર્ષે ભરૂચ જિલ્લામાં મૌસમનો કુલ વરસાદ 100 % ને પાર કરી ગયો છે. ગુલાબ વાવાઝોડાની અસરને કારણે 48 કલાકમાં જ સિઝનનો 20 % વરસાદ ખાબકી જતા 105% વરસાદ સાથે ભરૂચ જિલ્લો તરબોળ થઈ ગયો છે.
ભરૂચ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનાએ અગાઉના તમામ વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાદરવો ભરપૂર બનવા સાથે ગુલાબ વાવાઝોડાની અસરથી 23 દિવસમાં જ મૌસમનો 58 % વરસાદ ખાબકી ગયો છે. તેમાં પણ છેલ્લા 48 કલાકમાં જિલ્લામાં 20 % સિઝનનો વરસાદ ખાબકી જતા કુલ વરસાદ 105 % એ પહોંચી ગયો છે. છેલ્લા 5 વર્ષમાં જિલ્લામાં મૌસમનો સરેરાશ વરસાદ 100 ટકા ઉપર રહ્યો છે. જેના ઉપર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ 2019માં 184 %, 2020 માં 150 %, 2017 માં 110 % જયારે 2018 માં 103 % નોંધાયો હતો.
બે દિવસથી ચાલી રહેલી મેઘમહેર બુધવારે રાતે ધીમી પડતા ભરૂચ શહેર અને જિલ્લાની પ્રજાએ રાહતનો દમ લીધો છે. જોકે હજી પણ ભરૂચ, અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં કેટલીય સોસાયટીઓ અને વિસ્તારોમાંથી વરસાદી પાણી ઉતરા નહિ હોવાથી લોકો પાણી ઉલેચવાની મથામણ કરી રહ્યાં છે. ખેતરોમાં પણ પાણી ભરાઈ રહેતા ખેડૂતો પાક બળી ન જાય તે માટે ગુરૂવારે ઉઘાડ નીકળતા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં જોતરાઈ ગયા છે.
બીજી તરફ 2 ઓક્ટોબર સુધી ગુલાબ અને તેને લઈ દરિયામાં સર્જનાર શાહીન વાવાઝોડાના કારણે વાવઝોડા સાથે અપાયેલા ભારે થી અતિભારે વરસાદના એલર્ટ પગલે તંત્ર પણ જિલ્લાના કાંઠાના 50 ગામોમાં નજર રાખી રહ્યું છે. દહેજ બંદરે બુધવાર બપોરથી 3 નંબરનું સિગ્નલ લંગારી માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચન કરાયું છે.
2021 ના અત્યાર સુધીના વરસાદની તાલુકવાર સ્થિતિ પર એક નજર
અંકલેશ્વર 136. 56 %
હાંસોટ 125.34 %
વાલિયા 118.01 %
નેત્રંગ 107.84 %
વાગરા 102.84 %
ભરૂચ 98.34 %
જંબુસર 85.28 %
ઝઘડિયા 81.28 %
આમોદ 78.27 %
- ગુલાબની અસરથી 48 કલાકમાં જ મૌસમનો 20 % વરસાદ વરસ્યો
- સપ્ટેમ્બરના 23 દિવસમાં જ સિઝનની રેકોર્ડ બ્રેક 58 ટકા જળવર્ષા
- સૌથી વધુ 2019માં 184 % બાદ 2020 માં 150 % અને 2021 માં 105 % વરસાદ