• શુ ગામના દરેક આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાવી સમગ્ર ગામને મુસ્લિમ બનવવાનો હતો મનસૂબો
  • આમોદ નગરથી 4 કિલોમીટર દૂર આવેલા ગામમાં 100 % હતી આદિવાસીઓની વસતી
  • અજિત ને અઝીઝ બનાવી શરૂ કરાયું હતું આદિવાસીઓનું ધર્મ પરિવર્તન
  • આમોદ નગરના હિંદઓને કાંકરિયાના આદિવાસીઓએ આશરો આપી તે સમયે હુમલાખોર ટોળાને ગોફણ અને ગુલેરથી ભગાડ્યા હતા
  • 200 જેટલા આદિવાસી પરિવારો પૈકી 37 પરિવારોને લોભ, લાલચના જોરે મુસ્લિમ બનાવવાના ષડયંત્ર પાછળ ભૂતકાળ કારણભૂત હોવાનું હિન્દૂ સંગઠનોનું સીધું ગણિત

વિક્કી જોશી. આમોદ તાલુકાનું નગરથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલું કાંકરિયા ગામ જ કેમ કટ્ટરવાદીઓએ ધર્મપરિવર્તન માટે ટાર્ગેટ કર્યું તેને લઈને પણ હવે આમોદના નગરજનોમાંથી 29 વર્ષ પહેલાનો ભૂતકાળ કારણભૂત હોવાનું મનાય રહ્યું છે. વાત છે 1992 ના કોમી રમખાણની જ્યારે મુસ્લિમોનું ટોળું આમોદ નગરમાં આવી ચઢ્યું હતું ત્યારે આમોદના હિંદુઓ જીવ બચાવવા 4 કિલોમીટર દૂર આવેલા કાંકરિયા ગામે દોડ્યા હતા.

કાંકરિયા ગામ 100 ટકા આદિવાસી હિંદુઓની વસ્તી ધરાવતું હતું. મારક હથિયારો સાથે ધસી આવેલા ટોળાને કાંકરિયા ગામના આદિવાસીઓ અને મહિલાઓએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આદિવાસીઓએ માત્ર ગોફણ, ગુલેર અને લાકડીઓથી તોફાની લઘુમતીના ટોળાને હથિયારો અને પગરખાં છોડી નાસી છૂટવા ઉપર મજબૂર કરી દીધા હતા. જો તે સમયે કાંકરિયા ગામના આદિવાસીઓએ આશરો અને રક્ષણ ન આપ્યું હોત તો આમોદ નગરના હિંદુઓનો જીવ બચી શક્યો ન હોત તેમ નગરજનો અને હિન્દૂ સંગઠનો કહી  રહ્યાં છે.

જે બાદ આ ગામમાં આદિવાસીઓને નિશાન બનાવવાનું શરૂ કરાયું હતું. અજિત નામના ગામના એક યુવાનને સૌપ્રથમ આર્થિક લાભ આપી અઝીઝ બનાવાયો હતો જે બાદ ઝૂંપડામાં રહેતા ગરીબ આદિવાસીઓને લોભ, લાલચ, અનાજ પાણી આપી હિંદુ માંથી મુસ્લિમ બનાવી દેવાનું શરૂ કરી દેવાયું હતું.

ગામમાં 200 આદિવાસી પરિવારો છે જેમાંથી 37 પરિવારના 100 થી વધુ લોકોનું ધર્માંતરણ કરાવી દેવાની હાલ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગામમાં રેહતા આદિવાસીઓના ઘરો મોટે ભાગે ઝૂંપડાના જ છે તેમની પાસે મજૂરી સિવાય આવકનું કોઈ અન્ય સાધન કે સંપત્તિ ન હોય તેઓને લલચાવી, લોભ, લાલચ અને નાણાં આપી કટ્ટરવાદીઓએ ધર્માંતરણની પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી. જે પાછળ સમગ્ર ગામના આદિવાસીઓને 100 ટકા મુસ્લિમ બનાવવાનું પણ તેમનો મનસૂબો હોવાનું હિંદુ સંગઠનો હાલ અનુમાન લગાવી રહ્યાં છે. જોકે તે પેહલા જ એક જાગૃત નાગરિકે ફરિયાદ આપતા આ રેકેટનો પર્દાફાશ થયો છે અને કેટલાય સનસનીખેજ રહસ્યો ધર્માંતરણ, ફન્ડિંગ સહિતની પ્રવૃત્તિને લઈ આગામી સમયમાં ખુલી શકે છે.

Facebook Comments Box

Videos

Our Partners