• તપાસ અધિકારી DYSP એમ.પી.ભોજાણીએ કોર્ટ સમક્ષ 5 આરોપીઓ વિરિદ્ધ CRPC ની કલમ 70 હેઠળ ધરપકડ વોરંટની માંગણી
  • આમોદ કોર્ટે વોરંટ જારી કરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડને વેગ મળવાની શક્યતા
  • 150 લોકોના ધર્માંતરણ કેસમાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ થઈ છે

WatchGujarat. ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણ કેસમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરાઈ છે. જોકે હજી આ સમગ્ર પ્રકરણમાં UK થી ફંડ મોકલનાર મૂળ નબીપુરના અબ્દુલ્લા ફેફડવાલા સહિત 5 વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે આમોદ કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવ્યું છે.

આમોદ તાલુકાના કાંકરિયા ગામે લોભ અને પ્રલોભનો આપી આદિવાસી 150 લોકોના ધર્માંતરણ કરવાના મામલામાં 5 આરોપીઓ ફરિયાદના દોઢ મહિના બાદ પણ પોલીસને હાથ ન લાગતાં ભરૂચ પોલીસે કોર્ટ પાસેથી એક NRI સહીત ફરાર 5 આરોપીઓના વોરંટ મેળવ્યા છે. વોરંટ મળ્યા બાદ ગુજરાત કે દેશના અન્ય રાજ્યમાં ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસનો માર્ગ મોકળો બનવાની શક્યતાઓ વધુ પ્રબળ બની છે.

કાંકરિયા ગામમાં છેલ્લા 10 વર્ષ જેટલા સમયથી ગરીબ આદિવાસી સ્થાનિકો લોકોને લાલચ અને ડર બતાવી તેમનું મુસ્લિમ ધર્મમાં ધર્મપરિવર્તન કરાવી નખાયું હતું. સરકારી નિયમો , કાયદા અને અધિકારીઓની પરવાનગીની જરૂરિયાતની ઐસીતૈસી કરી આ હિંદુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા હતા.

ધર્માંતરણ બાદ પરત ફરેલા એક વ્યક્તિ દ્વારા સ્થાનિક તંત્રને આખા કાવતરાની જાણ કરાતા પોલીસ તપાસ સોંપાઈ હતી. જેના અંતે આ મામલે 9 લોકો સામે ગત 15 નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો. પોલીસે પ્રાથમિક તબક્કામાં મુખ્ય આરોપીઓ પૈકીના અઝીઝ સહીત 4 આરોપી અને બાદમાં વધુ 6 આરોપીઓની ધરપકડ કરી કુલ 10 લોકોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ચોપડે ચડેલા મૂળ નબીપુરના વતની અને લંડન UK રહેતા NRI અબ્દુલ આદમ ફેફડાવાલા સહીત 5 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા નથી. અનેક સ્થળોએ તપાસ અને દરોડાની કાર્યવાહીઓ હાથ ધરવા છતાં આ આરોપીઓ મળી આવ્યા નથી. આખરે ભરૂચ પોલીસે આ આરોપીઓના આમોદ કોર્ટ પાસેથી ધરપકડ વોરંટ મેળવ્યા છે.

તપાસ અધિકારી DYSP એમ.પી. ભોજાણીએ આમોદ કોર્ટ સમક્ષ આ 5 આરોપીઓ વિરિદ્ધ CRPC ની કલમ 70 હેઠળ ધરપકડ વોરંટની માંગણી કરી જે માન્ય રાખી કોર્ટે વોરંટ જારી કર્યું છે. પોલીસ અનુસાર આ વોરંટથી ધરપકડને વેગ મળી રહેશે.

ધર્માંતરણ કેસમાં ધરપકડ વોરંટ ઈશ્યુ થયા છે તેવા આરોપીઓના નામ

  • અબ્દુલ સમદ ઉર્દે દાઉદ સુલેમાન પટેલ બેકરીવાલા, આમોદ
  • શબ્બીર મહમદ પટેલ બેકરીવાલા, આછોદ
  • હસન ઈશા પટેલ, આછોદ
  • ઇસ્માઇલ ઐયુબ,  આછોદ
  • અબ્દુલ આદમ ફેફડાવાલા, UK

વોરંટથી કઈ મદદ મળશે

કમલ 70 હેઠળ મળેલા વોરંટ બાદ પોલીસ હવે રાજ્યભરમાં અને રાજ્ય બહારની પોલીસ અને સંપર્કોને વિગતો મોકલી તપાસ કરાવી શકે છે. પોલીસ પાસે અખબારી અહેવાલો દ્વારા આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહીની પણ સત્તા રહે છે.

તો મિલ્કત જપ્તીની પણ તૈયારી

વોરંટની પ્રક્રિયા બાદ પણ આરોપીઓ ન ઝડપાય તો પોલીસ સીઆરપીસી ની કલમ 82 હેઠળ આરોપીઓને ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે. આ પ્રક્રિયા અંતર્ગત પોલીસ આરોપીઓની મિલકત જપ્તી કરવા સુધી સત્તા ધરાવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud