• ખુલ્લી ખાડી સંદર્ભે સ્થાનિકોએ થોડા સમય પેહલા જ રોષ વ્યકત કર્યો હતો
  • સમગ્ર વિસ્તારનું ગંદુ પાણી અહીંથી નદીમાં ઠલવાઈ છે
  • સાફ સફાઈ થતી નહિ હોવાથી ગંદુ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ રહે છે

WatchGujarat. ભરૂચની લાલબજારની ખુલ્લી ખાડીમાં મોટી દુર્ઘટના સર્જાતા સદનસીબે ટળી ગઈ હતી. એક રીક્ષા ખાડીમાં ખાબકતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. સ્થાનિકો અને ફાયર ફાઈટરો એ દોડી આવી ખાડીમાં પલટી મારી ગયેલી રીક્ષાને ભારે જહેમતે બહાર કાઢી હતી.

જુના બજારમાં લાલબજાર ખાડી પાસે સાંકળો રસ્તોને લઈ લોકો અને વાહનચાલકોને સતત જોખમ વર્તાઈ રહ્યું છે. ખાડીને બંધ કરી વ્યવસ્થા કરવામાં નહિ આવતા ગંદકી વચ્ચે લોકોના માથે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.

એક રીક્ષા ખાડીમાં પડી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટનામાં રીક્ષા ચાલક અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકો અને ફાયર બ્રિગેડે દોડી આવી મહામહેનતે રીક્ષાને બહાર કાઢી હતી. રસ્તો બનાવી ખાડીને સલામત કરાઈ તેવી માંગ સ્થાનિકોમાંથી ઉઠી છે.

થોડા સમય પેહલા જ આ જોખમી ખાડી, ગંદકી અને તેમાં બારેમાસ ભરાઈ રહેતા ગંદા પાણીને લઈ સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ખાડીની સફાઈ કરી તેને સલામત કરવાની પણ માંગ કરી હતી. જેથી કરી કોઈ અકસ્માત ન સર્જાઈ. ખાડી કચરાના કારણે ચોકઅપ થઈ જતા ગટરના ગંદા પાણી રોડ ઉપર પણ ફરી વળે છે. જેના કારણે ભારે દુર્ગંધ વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાની પણ દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહયા છે.

Facebook Comments Box

Videos

Our Partners