વાગરાના કલમથી ભરૂચ આવતી ST બસને અકસ્માતમાં ટ્રાફિકજામ
અંકલેશ્વર NH 48 ઉપર અજાણ્યો વાહન ચાલક બાઇક સવાર 2 ને ફંગોળી ફરાર
WatchGujarat. દિવાળી તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં સોમવારે સવારે 2 અકસ્માતોની ઘટનામાં 2 ના મોત જ્યારે 8 થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. વાગરના કલમ ગામેથી ST બસ મુસાફરો અને વિધાર્થીઓને લઈ ભરૂચ આવી રહી હતી. જે વેળા દેરોલ ગામ નજીક કેમિકલના બેરલો ભરેલી ટ્રક સાથે ST બસ ભટકાતા બસનો આગળનો કંડકટર બાજુનો ભાગ ચીરી નાખ્યો હતો.
https://youtu.be/Ji6irmfCud0
ટ્રકમાં ડ્રમ ભરેલા હોય ઘડાકા સાથે અથડાઈ બસ અને રસ્તા ઉપર પડતા બસમાં સવાર મુસાફરોએ બુમરાણ મચાવી દીધી હતી. સ્થાનિકો ભેગા થઈ જતા બસમાંથી ડ્રાઈવર કંડકટર સહિત 8 થી વધુ ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાઈવેની અમેબ્યુલન્સ સાથે બે 108 માં ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત બાદ માર્ગ ઉપર કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
બીજી તરફ અંકલેશ્વર NH 48 ઉપર અંસાર માર્કેટ પાસે બાઇક ઉપર જઈ રહેલા 2 લોકોને અજાણ્યા વાહન ચાલકે ફંગોળતા તેઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જોકે ભરૂચમાં આજે એકતા બાઇક રેલી પ્રવેશી હોય પોલીસ તેમાં વ્યસ્ત હોવાથી બન્ને અકસ્માતોમાં વધુ વિગત હજી સુધી બહાર આવી શકી ન હતી.