• આખરે ભાંડો ફૂટતા મદદનીશ લબેર કમિશનરે એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
  • 5 વર્ષથી આઉટ સોસિંગમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો બિપીનકુમાર વસાવા લબેર કોન્ટ્રાક્ટરો પાસેથી નાણાં લઈ જાતે જ ચલણ અને સહી સિક્કા મારી આપી લાયસન્સ અપાવી દેતો
  • તપાસમાં 41 કોન્ટ્રાક્ટરો દ્વારા 4600 મજૂરો પેટે આપેલા નાણાં ₹22.11 લાખ બેંકમાં જમા નહિ કરાવી ઘર ભેગા કર્યા
  • એજન્સીઓને બેંકમાં રોકડ કે ઓનલાઈન નાણાં ભરી દીધા હોવાનું ખોટા ચલણ ઉપર પોતે મારેલા સહી સિક્કા બતાવતો હતો
  • જે ખોટા ચલણના આધારે ઓનલાઈન લાયસન્સ ઇશ્યુ થઇ જતું હતું

WatchGujarat. ભરૂચ મદદનીશ લેબર કમિશનરની કચેરીમાં 5 વર્ષથી આઉટ સોસિંગમાં ફરજ બજાવતા પટ્ટાવાળાએ 41 લેબર કોન્ટ્રાક્ટરો પાસેથી 4600 થી વધુ મજૂરોના નાણાં હું બેંકમાં ભરી દઈશ કહી સરકારનું જ લાખો રૂપિયાનું કરી નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. બેંકમાં લેબર કોન્ટ્રાક્ટરોના લેબર લાયસન્સના ₹22.11 લાખ પ્યુન બિપિન વસાવાએ નહિ કરી ઘરભેગા કરતા મદદનીશ લેબર કમિશનરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ભરૂચ મદદનીશ લેબર કમિશનર કચેરીમાં આઉટ સોર્સિંગ પટ્ટાવાળા તરીકે 5 વર્ષથી ફરજ બજાવનાર આરોપી બિપીન વસાવા રહે. સર્વોદય સોસાયટી, નંદેલાવે સરકારનું જ લાખોનું કરી નાખ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુનાહિત કાવતરાના ભાગરૂપે ભરૂચ મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમા લેબર કોન્ટ્રાક્ટનુ લાઇસન્સ મેળવવા આવનાર 41 એજન્સીઓ પાસેથી પ્યુને આ રોકડી કરી લીધી હતી.

બેંકમા 4600 થી વધુ મજૂરોના લેબર લાઇસન્સ કઢાવવા માટે કચેરી તરફથી આપવામા આવેલ ચલણના નાણા બેંકમા હુ ભરી દઇશ તેમ વિશ્વાસ આપી તેઓ પાસેથી ચલણમા જણાવેલ રૂપિયા રોકડમા તેમજ ઓનલાઇન મેળવી લીધા હતા. પ્યુન બીપીને તે નાણા બેંકમા નહી ભરી અને એજન્સીના પ્રોપાઇટર / કર્મચારીઓને બેંકમા ચલણના નાણા ભરી દેવામા આવેલ છે તેમ વિશ્વાસ અપાવવા માટે ચલણ ઉપર બેંકના ખોટા સિક્કા મારી તે સિક્કા મારેલ ચલણ 41 એજન્સીઓને આપી કુલ ₹22.11 લાખની ઉચાપત કરી લીધી હતી.

માર્ચ મહિનામાં ઓડિટ થતા અને 41 કોન્ટ્રાક્ટરોને નાણાં નહિ ભરવા છતાં લેબર લાયસન્સ મળી ગયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ભરૂચના મદદનીશ શ્રમ આયુક્ત જયેશ અમૃતલાલ મકવાણા એ આ કોન્ટ્રાક્ટરોને કારણદર્શક નોટિસ ફટકારતા પટ્ટાવાળો સરકારી લાખો રૂપિયાના નાણાં ઘર ભેગા કરવાનો ખેલ ખેલી ગયો હોવાની હકીકત ખુલી હતી.

41 લેબર કોન્ટ્રાક્ટરોને પ્યુને બેંકમા ચલણના નાણા હું ભરી દઇશ તેમ વિશ્વાસ આપી તેઓ પાસેથી ચલણમાં જણાવેલ રૂપિયા રોકડમાં તેમજ ઓનલાઇન મેળવી લીધા હતા. તે નાણા બેંકમા નહી ભરી અને એજન્સીને બેંકમા ચલણના નાણા ભરી દેવામા આવેલ છે તેમ વિશ્વાસ અપાવવા માટે ચલણ ઉપર બેંકના ખોટા સિક્કા મારી તે સિક્કા મારેલ ચલણ એજન્સીને આપી દીધા હતા. એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોઝિ આર.એલ. ખટાણા એ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners