• ભરૂચ LCB એ બાયોડિઝલ બનાવવાના ગેરકાયદે રો-મટિરિયલ્સ સાથે કુલ ₹11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • પ્રવાહીનો જથ્થો ભરાવનાર તથા ભરી આપનાર તેમજ જથ્થો મંગાવનાર ઇસમો વિરૂધ્ધમા અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે . મા ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી

WatchGujarat. ભરૂચ LCB એ અંકલેશ્વર NH 48 ઉપર ખરોડ ચોકડી પાસે આવેલી હોટલ લેન્ડમાર્કથી શંકાસ્પદ બાયો ડીઝલ બનાવવાના 12000 લીટર જ્વલનશીલ રો-મટિરિયલ્સ ભરેલા ટેન્કર સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

રાજયમા ગેરકાયદેસર રીતે થતા બાયોડીઝલના ઉત્પાદન , વેચાણ તથા હેરફેરને અટકાવવા સર્ચ ચાલી રહ્યું છે.  ભરૂચ LCB PI જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્રારા જીલ્લામા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુ ઉત્પાદન , વેચાણ કરતા ઇસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા પ્રયત્નો હાથ ધરવામા આવી રહ્યાં છે.

દરમિયાન સોમવારે રાતે એલ.સી.બી ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતી. મળેલી બાતમીના આધારે  પો.સ.ઇ. પી.એસ.બરંડા , એ.એસ.ચૌહાણ સહિતની ટીમે દરોડો પાડતા અંક્લેશ્વર ને.હા.નં -48 ઉપર ખરોડ ચોકડી પાસે આવેલ હોટલ લેન્ડમાર્ક પાસે એક ટેન્કર નંબર- GJ – 19 – V – 2625 મા શંકાસ્પદ ઓઇલ જથ્થો ભરેલો મળી આવ્યો હતો.

ટેન્કરમા તપાસ કરતા કુલ 12000 લીટર શંકાસ્પદ પ્રવાહી ભરેલુ મળી આવતા જેના કોઇ આધાર પુરાવા કે પાસ પરવાના રજુ કરેલ નહી. જેથી FSL અધિકારી તેમજ પુરવઠા મામલતદારને બોલાવી તપાસ કરતા ટેન્કરમા જવલનશીલ પ્રવાહી સંગ્રહ કરવામા આવેલ હોવાનુ ખુલ્યું હતું.

ફાયર સેફટીને લગતા કોઇ ઉપકરણો ઉપલ્બધ ન હોવાનુ જણાઇ આવ્યું હતું. જરૂરી નમુનાઓ મેળવી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી 12000 લીટર કિંમત ₹6 લાખ તથા ટેન્કર તેમજ અન્ય મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામા આવેલ છે.

સ્થળ ઉપરથી પકડાયેલ બન્ને ઇસમો તથા જવલનશીલ પ્રવાહીનો જથ્થો ભરાવનાર તથા ભરી આપનાર તેમજ જથ્થો મંગાવનાર ઇસમો વિરૂધ્ધમા અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે . મા ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે .

પકડાયેલા બે આરોપી

– અબ્દુલહુશેન મખદુમહુશેન આરબ રહે. હાલ હાંસોટ, મૂળ સાગબારા

– અકબર અફસર શેખ રહે- કોસંબા

જપ્ત કરાયેલો મુદ્દામાલ

– શંકાસ્પદ બાયોડીઝલ બનાવવાના રોમટીરીયલ ૧૨,૦૦૦ લીટર

–  ટેન્કર

– 2 મોબાઇલ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud