રંગોને ઓળખી મુળાક્ષરો, ફળોના નામ માત્ર 45 સેકન્ડમાં સંભળાવ્યા
આર્યન શાકભાજી, વાહનો, શરીરના ભાગો, પ્રાણીઓ, પક્ષીઓ, આકાર, વર્ષના મહિનાઓ, અઠવાડિયાના નામ પણ સડસડાટ બોલે છે
WatchGujarat. વાગરાના એક વર્ષ અને સાત મહિનાના આર્યન ઉપાધ્યયે માત્ર 45 સેકેન્ડમાં 16 રંગોને ઓળખી મૂળાક્ષરો અને ફળોના નામ સંભળાવી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરી દીધું છે.
સૌથી નાની વયે આર્યન અજય ઉપાધ્યાયની આ સિદ્ધિ બદલ તેને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રમાણપત્ર, મેડલ અને બેચ પ્રાપ્ત થયા છે. આર્યન મૂળાક્ષરો, ફળો, શાકભાજી, વાહનો, શરીરના ભાગો, પ્રાણીઓ, પક્ષીઓ, આકાર, વર્ષના મહિનાઓ, અઠવાડિયાના દિવસો, પ્રથમ શબ્દો, ટ્રાફિક સિગ્નલ, ક્રિયાના શબ્દો, કુટુંબના સભ્યોના નામ પણ સડસડાટ બોલે છે. જે ખરેખર આશ્ચર્યજનક છે.
માત્ર 19 મહિનાનો આર્યન 30 કરતા વધુ વિરુધાર્થી શબ્દો બોલવામાં સક્ષમ છે. તે ફાર્મ એનિમલ્સના સાઉન્ડ પણ કાઢી શકે છે. આર્યનને પુસ્તકોનો શોખ હોવાથી તેણે માત્ર 5 મહિનાની ઉંમરે શીખવાનું શરૂ કર્યું હતું. આર્યનના માતા-પિતા બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. જ્યારે તે 1 વર્ષ 4 મહિનાનો હતો ત્યારે તેના માતા-પિતાને તેની ક્ષમતાનો અહેસાસ થયો હતો. તે સમયે તે 1 થી 10 નંબરો વાંચી રહ્યો હતો.
આર્યન ભવિષ્યમાં તેની પ્રતિભાનો ઉપયોગ માનવતાની સુધારણા માટે કરશે તેમ હાલ તેના માતા-પિતા ગર્વ સાથે કહી રહ્યા છે. જોકે 19 મહિનાનો બાળક મોટો થઈ શુ બનશે અને તેની આ આગવી પ્રતિભાથી નવા ક્યાં આયામો સર કરશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.