• લોકોને પીવા માટે મીઠું પાણી મળી રહ્યું નથી ત્યારે કચરાના વાહનો ધોવા કેટલા વ્યાજબી
  • નર્મદા નદીના મીઠા પાણીની ઝનોરથી દહેજ જતી લાઈનમાં મુકેલો એર વાલ્વ પણ લીકેજ હોય રોજ હજારો લીટર પાણીનો વેડફાટ

WatchGujarat. ઝાડેશ્વર અલખધામ ગાયત્રી મંદિરના ગેટ બહાર આવેલા મીઠા પાણીના એર વાલ્વમાંથી ડોર ટુ ડોર કચરાના વાહનો ધોવાના ફરતા થયેલા ફોટાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. એક તરફ ચોમાસુ નબળું જઈ રહ્યું છે અને ખેતી સાથે પીવાના પાણીનો પણ લોકોએ સામનો કરવો પડે છે, ત્યારે મીઠા પાણીથી કચરાના વાહનોની સફાઈ કરવી કેટલે અંશે યોગ્ય છે.

મીઠા પાણીની લાઈન ઝનોરથી દહેજ સુધી પસાર થાય છે, જ્યાં અમુક અમુક અંતર એર વાલ્વ મુકવામાં આવ્યા છે. જ્યાં ઝાડેશ્વર ગાયત્રી મંદીરના ગેટ બહાર આવેલા વાલમાંથી પડતા પાણીના ફુવારાથી ઝાડેશ્વર ગામમાં ડોર ટુ ડોર કચરો ઉપાડાતા વાહનોને રોજ ધોવામાં આવી રહ્યાં છે. વાલ્વમાંથી રોજના હજારો લીટર પાણી નો વ્યય પણ થઈ રહ્યો છે ત્યારે તંત્ર આ અંગે ધ્યાન આપી પાણીનો બગાડ અને કચરાના વાહનોનું વોશિંગ અટકાવે તે જરૂરી બન્યું છે.

નર્મદા કાંઠે વસેલા ભરૂચને જ વર્ષોથી મીઠા પાણી મળી રહ્યા નથી અને એક તરફ ખારપટ અને ખારાશની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે કચરાની ગાડીઓની મીઠા પાણીથી સફાઈને લઈ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ પાણીની લાઈન ઉપર લગાવેલા એર વાલ્વમાંથી રોજનું નિર્થક વહી જતું અમૂલ્ય પાણી પણ અટકવાઈ તેવી માંગ ઉઠી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud