• 14 વર્ષની સગીરા ગામની સીમમાં લાકડા વીણવા ગયા બાદ ગમ થઈ હતી
  • અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળતા માતાએ મંગળવારે જ રેપ વિથ મર્ડરની પ્રબળ શંકા વ્યક્ત કરી હતી
  • જંબુસર ડિવિઝન, ભરૂચ LCB સહિત આમોદ પોલીસની ટીમોએ દુષ્કરમી હત્યારાને ઝબ્બે કરવા હાથ ધરેલી તપાસ

WatchGujarat. આમોદ તાલુકાના એક ગામેથી લાકડા વિણવા ગયેલી 14 વર્ષીય કિશોરીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવવાના મામલામાં પેનલ પી.એમ. રિપોર્ટમાં દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી હત્યા કરાયાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. જંબુસર ઇન્ચાર્જ DYSP જે.એસ. નાયકના વડપણ હેઠળ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની દેખરેખ હેઠળ દુષ્કરમી હત્યારાને જેલ ભેગો કરવા, આમોદ, જંબુસર અને LCB ની ટીમ તપાસમાં જોતરાઇ છે.

આમોદ તાલુકાના એક ગામે સીમમાં લાકડા વીણવા ગયા બાદ ગુમ થયેલી 14 વર્ષીય સગીરાની આપત્તીજનક હાલતમાં લાશ મળી આવી હતી. માતા એ દીકરીના આપત્તીજનક હાલતમાં મૃતદેહને જોતા જ તેની સાથે અઘટિત કૃત્ય આચર્યા બાદ હત્યા કરાઈ હોવાની પ્રબળ શંકા સેવી હતી. અત્યંત ગંભીર અને સંવેદનશીલ ઘટનામાં જિલ્લા પોલીસ એલર્ટ થઇ કિશોરીના મૃતદેહને મંગળવારે પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત ખસેડાયો હતો.

બુધવારે આવેલા રિપોર્ટમાં કિશોરી સાથે રેપ વીથ મર્ડરની ઘટના ઘટી હોવાના ઘટસ્ફોટ સાથે જિલ્લામાં અરેરાટી ફેલાઇ ગઈ છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ અતિ સંવેદનશીલ આ ઘટનામાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જંબુસર ડિવિઝન ઇન્ચાર્જ DYSP જે.સી. નાયક, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાથે આમોદ પોલીસની ટીમો બનાવી નરાધમ હત્યારાને લોક અપ ભેગો કરવા તપાસ આરંભી દીધી છે.

ગામના જ કોઈ સ્થાનિક શખ્સે કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની શક્યતાને લઈ તપાસ ટીમો દુષ્કરમી હત્યારાને વ્હેલી તકે જેલના સળિયા ગણાવવા કામે લાગી ગઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud