• સુનીતાબેનને તું દારૂ કેમ પીવે છે તેમ કહી ભરતે નજીકમાં પડેલી કુહાડી ઉઠાવી મહિલાના માથાના ભાગે મારી દીધી
  • હાલ કરજણ અને મૂળ આમોદમાં રહેતા હત્યારાને વેડચ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
  • હત્યા તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી

WatchGujarat. જંબુસર તાલુકાના ગજેરા ગામે તું દારૂ કેમ પીવે છે તેમ કહી મહિલાની તેના જ ઘરમાં કુહાડી અને દાંતી વડે હત્યા કરી દેવાઈ હોવાની ઘટના બહાર આવી છે. વેડચ પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યારાની ધરપકડ કરી લીધી હતી.

જંબુસર તાલુકાના ગજેરા ગામે સુનિતાબેન પોતાના ઘરે હતા ત્યારે હાલ કરજણના કોલીયાદ ગામે નવીનગરીમાં રહેતો મૂળ આમોદનો ભરત ભાઈલાલ પાટણવાડીયા અચાનક ધસી આવ્યો હતો. સુનીતાબેનને તું દારૂ કેમ પીવે છે તેમ કહી ભરતે નજીકમાં પડેલી કુહાડી ઉઠાવી મહિલાના માથાના ભાગે મારી દીધી હતી. હુમલાખોરના હાથમાંથી કુહાડી પડી જતા નજીકમાં રહેલી દાંતી વડે પણ પેટના ભાગે ઘાં ઝીંકી દેતા મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતુ.

મહિલા દારૂ પીતી હોવાના મુદ્દે ઝઘડો કરી તેની હત્યા નિપજાવ્યા બાદ હત્યારા ભરત પાટણવડીયાએ તેને અકસ્માતે અન્ય ઘટનામાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વેડચ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપીને ઝડપી પાડયો હતો. હત્યા તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud