• સોડગામ ખાતે લગ્નની ડી.જે.પાર્ટીમાં કોરોનાના નિયમોના DJ ના તાલે ઉડયા લીરેલીરા
  • હજારોની સંખ્યામાં યુવાનોએ ભેગા થઇ ડી.જે પર લગાવ્યા ઠુમકા
  • વાયરલ વિડીયો બાદ આવી લાપરવાહી ગામ અને જિલ્લા માટે જોખમી બની શકે છે

WatchGujarat. એક તરફ ઓમિક્રોનની આફત વચ્ચે કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યો છે ત્યારે વાલિયા તાલુકાના સોડગામ ખાતે ઓમિક્રોન અને કોરોનાને DJ બોલાવી લગ્નની પાર્ટીમાં હજારો લોકો આમંત્રણ આપતા હોય તેવા વાયરલ થયેલા વિડીયોએ હવે પોલીસ અને પ્રશાસનને પણ દોડતું કરી દીધું છે.

વાલિયા તાલુકાનાં સોડગામ ખાતે લગ્નની ડી.જે.પાર્ટીમાં હજારોની સંખ્યામાં યુવાનોએ ભેગા થઇ ડી.જે પર ઠુમકા લગાવ્યા હોવાના વિડીયો વાયરલ થયા છે. કોરોનાના વિસ્ફોટ વચ્ચે હજારોની મેદની DJ ના તાલે ગામમાં બેખોફ બની ડાન્સ મસ્તી કરી રહી છે જે જોતા આખા ગામને મહામારીમાં સંક્રમિત થવાનો ભય પણ હવે સેવાઈ રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં રોજે રોજ કોરોનાના કેસો બમણી ગતિએ વધી રહ્યા છે. તેવા સમયે પણ લોકો લાપરવાહ હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં બુધવારે 39 કેસ બાદ ગુરૂવારે સાંજ સુધીમાં જ 31 કોરોનાના કેસ સામે આવ્યા છે. ત્યારે વાલિયા તાલુકાનાં સોડગામમાં યુવાનના લગ્ન હૉય પ્રખ્યાત બેન્ડ આવતા હજારોની સંખ્યામાં યુવાનો અને આમંત્રિતો લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને બેન્ડ ઉપર વિવિધ ગીતિ વાગતા જ યુવાનોએ ઠુમકા લગાવ્યા હોવાના વિડીયો વાયરલ થયા છે.

આ ડીજે પાર્ટીમાં COVID 19 નિયમોના ધજાગરા ઉડાવવા સાથે કોરોના ગાઈડ લાઇનના લીરેલીરા ઉડાવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોના મહામારી વચ્ચે સામાજિક અને લગ્ન પ્રસંગમાં ભેગી થતી ભીડ સામે પણ કડક રાહે કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ અને પ્રશાસન તેની પુષ્ટિ કરી એક્શનમાં આવવા વિડીયોની ખરાઈ કરી પગલાં લેવા તત્પર બન્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud