• વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 વધુ એક ઉદ્યોગલક્ષી જાહેરાત બની ન રહે
  • સરકાર ની 28 વર્ષ માં 3 અલગ અલગ જાહેરાત
  • વર્ષ 1993 માં એરસ્ટ્રીપ નાના પ્લેન મુસાફરી જાહેરાત
  • 8 વર્ષ પૂર્વે નાના વિમાન રીપેરીંગ માટે એરો મિકેનિકલ સ્ટેશનની ઘોષણા
  • હવે કાર્ગો સર્વિસની જાહેરાત
  • વિધાનસભા હિસાબ કમિટીના સ્થળ હિસાબ બાદ નવી જાહેરાત
  • ₹ 100 કરોડની ખર્ચે કાર્ગો સર્વિસ સેવા ઉભી કરાશે, ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ
  • જાન્યુઆરી ₹થી ભુમિગત કામ શરુ થવાની પણ જાહેરાત
  • દેશમાં ₹4687 કરોડ સાથે નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેતા ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લાને હવાઈ મુસાફરી સેવા હજી પણ શક્ય નહિ

WatchGujarat. ભરૂચી ઓ ને હવાઈ સેવા હજી પણ નહિ મળે ? વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 વધુ એક ઉદ્યોગલક્ષી જાહેરાત કરી છે. સરકાર ની 28 વર્ષ માં 3 અલગ અલગ જાહેરાત છે. 1993 માં એરસ્ટ્રીપ નાના પ્લેન મુસાફરી જાહેરાત કરી ત્યારબાદ  8 વર્ષ પૂર્વે નાના વિમાન રીપેરીંગ માટે એરો મિકેનિકલ સ્ટેશન ની જાહેરાત કરી અને હવે કાર્ગો સર્વિસ ની જાહેરાત કરી છે.

ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત જ નહીં દેશનું ગ્રોથ એન્જિન ગણાતા ભરૂચ જિલ્લા વિશ્વ ફલક પર નામના ધરાવે છે. છતાં આજદિન સુધી વિશ્વ સાથે સીધા સંપર્કમાં રહેવા ભરૂચ જિલ્લા પાસે હવાઈ સેવા નથી. રેલ્વે હોય કે પછી દરિયાઈ માર્ગ હોય જિલ્લા ની સીધી કનેક્ટિવિટી ધરાવે છે. જિલ્લામાં સૌથી વધુ આયાત નિકાસ કરતા ભરૂચ જિલ્લામાં ઇતિહાસ માં ડોકિયું કરીએ તો એક સમયે ભારત વર્ષ નો સૌથી સમૃદ્ધ બંદર ગાહ સાથે 2000 વર્ષ પૂર્વે દુબઈ તરીકે પંકાયેલું હતું. જોક એ આજે એ સમૃદ્ધ ભરૂચ જેને ભાગ્યું ભાગ્યું તોય ભરૂચ તરીકે આપણે છે તેની પાસે 21 મી સદી માં પણ હવાઈ સુવિધા ઉપલબ્ધ નથી. 28 વર્ષ એટલે 3 દાયકા થી માત્ર સરકાર દ્વારા હવાઈ સેવા શરુ કરવાની જાહેરાત આજે પણ ભૂમિ ગત થઇ શકી નથી. બે દિવસ પૂર્વે વિધાનસભા હિસાબ કમિટી ના સ્થળ હિસાબ બાદ નવી જાહેરાત આજરોજ કરાઈ છે. વિધાનસભા ના નાયબ દંડક અને ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા 100 કરોડની ખર્ચે કાર્ગો સર્વિસ સેવા ઉભી કરવામાં આવશે. જેની  ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. જાન્યુઆરી થી ભુમિગત કામ શરુ થવાની પણ જાહેરાત કરી છે.  28 વર્ષમાં ત્રીજીવાર કાગળ પર યોજના ની જાહેરાત કરાઈ રહી છે. દેશમાં 6 છઠ્ઠા ક્રમે નિકાસ કરતા ભરૂચ જિલ્લા હવાઈ મુસાફરી સેવા હજી પણ શક્ય નહિ.

કાર્ગો સેવા શરૂ થશે

રાજ્ય સરકાર અંકલેશ્વર ના માંડવા ખાતે એરસ્ટ્રીપ સ્થળ એટલે અમરત પુરા ખાતે કાર્ગો સર્વિસ ની સેવા શરૂ કરશે. જેના માટે અંદાજે 100 કરોડ રૂપિયા ના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. હાલ ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે. જાન્યુઆરી થી નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. જિલ્લા ની વર્ષો જૂની માંગ ભૂમિગત રીતે સાકાર થવા જઈ રહી છે.  –  દુષ્યંત પટેલ, નાયબ દંડક, વિધાનસભા ગુજરાત

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પૂર્વે ઉદ્યોગો આકર્ષવા જાહેરાત !!

આગામી 9 થી 12 જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્યોગો માટે રાજ્ય માં રેડ કાર્પેટ પાથરી અનેક વિધ સુવિધા સજ્જ રાજ્ય ની ઓળખ રૂપે માળખાકીય સુવિધા તરફ સરકાર કાર્યરત હોવાનો જોવા મળી રહી છે. જેના ભાગ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પૂર્વે ઉદ્યોગો આકર્ષવા જાહેરાત કરાઈ રહી છે.

દેશની કુલ નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલા ભરૂચ જિલ્લાના એર સુવિધા જ નહિ

ભરૂચ જિલ્લા 1993-94 માં એર સ્ટ્રીપ અંગેની જાહેરાત સરકારે કર્યા બાદ આજે 28 વર્ષ બાદ પણ યોજના માત્ર કાગળ પર જોવા મળી રહી છે. જમીન અને દીવાલ ઉભી થઇ છે. પણ હવાઈ જાહેરાત જમીન ઉપર ફળીભૂત થઈ શકી નથી. હાલમાં જ દેશની કુલ નિકાસમાં ભરૂચ જિલ્લો છઠ્ઠા નંબર રૂપિયા 5000 કરોડ સાથે હોવાનું બહાર પડાયું હતુ. ત્યારે ભરૂચથી 70 KM બન્ને તરફ વડોદરા અને સુરતના એરપોર્ટ વધુ ઝડપથી વિકસિત કરવામાં આવ્યા છે. ત્યારે ઔદ્યોગિક ગઢ માટે હવાઈ અને કાર્ગો સેવા હજી ટેકઓફ કરી શકી નથી.

કાર્ગો સર્વિસ સક્સેસ બાદ જ મુસાફરી સંભવ

જિલ્લા ને 1993 માં હવાઈ મુસાફરી ની જાહેરાત બાદ 2002 માં જમીન સંપદાન અને 2013-14 માં એરો મિકેનિકલ સેન્ટર ની જાહેરાત કરાઈ હતી. હવે પૂર્ણ 2021 માં અમરત પુરા ખાતે કાર્ગો સેવા ઉભી કરવાની જાહેરાત કરાઈ છે. જે પ્રથમ તબક્કા માં હશે. ત્યારબાદ બીજા ચરણ માં તેની સફળતા આધારે નાના પ્લેન વડે મુસાફરી સેવા શરુ કરવાની વિચારણા છે. પણ સરકાર દ્વારા સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી.

જિલ્લા સરકારી હેલીપેડ પણ નથી

ઔદ્યોગિક દ્રષ્ટિએ વિશ્વ ફલક પર  અંકિત ભરૂચ જિલ્લા પાસે હવાઈ સેવા ના નામે મીંડું છે. એરસ્ટ્રીપ ની વાતો થઇ રહી છે. પણ સરકારી એક પણ હેલિપેડ પણ નથી. રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ જિલ્લા પ્રથમ મુલાકાત દરમિયાન અંકલેશ્વર ખાતે સરદાર પાર્ક 3 હેલિપેડ ઉભા કરવામાં આવ્યા હતા. તો જિલ્લા જી.એન.એફ.સી. વીડિયોકોન.અને ઓએનજીસી કંપની ખાનગી હેલિપેડ નું જિલ્લા માં કોઈના રાજકીય અગ્રણી કે નેતા આવે ત્યારે ઉપયોગ થાય છે.  મર્હુમ અહમદ પટેલ ના ગામ ખાતે પંચાયત દ્વારા હેલિપેડ ઉભું કરવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud