• ઝનોર NTPC ટાઉનશીપમાં આવી ચઢેલા મહેમાને આખી કોલોની માથે લીધી હતી
  • અંતે વન વિભાગ અને સંસ્થાએ પાંજરે પૂરતા લોકોને હાશકારો, ફોટા અને સેલ્ફીની જામી હોડ

WatchGujarat. ઘટતા જંગલો અને વનરાજીના કારણે માનવ વસ્તીમાં દીપડા, મગર તેમજ અન્ય વન્ય પ્રાણીઓ ખોરાક-પાણીની શોધમાં આવી ચઢે છે. લીલી વનરાજી અને નજીકમાં નદી કિનારો કોને ના ગમે. હરિયાળી ટાઉનશીપ જોઈ એક બંદર ટાઉનશીપ કે અંદર આવી ચઢ્યો હતો અને પછી રોજે રોજ કોલોનીમાં કુદા કુદ વચ્ચે બુમરાણો ચાલ્યા કરે છે.

ભરૂચના નેશનલ હાઇવે 48 નજીક આવેલા ઝનોર ગામ સ્થિત NTPC કંપનીની કોલોનીમાં પણ કપિરાજનો મુકામ લોકો માટે આફત બની ગયો હતો. ટાઉનશીપમાં ફુલઝાડ, વૃક્ષો અને હરિયાળીને લઈ વાનરને તો ભાઈ જાણે મજા જ પડી ગઈ હતી. હવે આ વાનરે લોકોને ઇજા પોહચડવાનું અને બચકાં ભરવાના શરૂ કરતાં ટાઉનશીપના રહીશોમાં ભય વ્યાપી ગયો હતો.

એનટીપીસી ટાઉનશીપમાં છેલ્લા ઘણા દિવસથી આતંક મચાવી 15 જેટલા કોલોનીના લોકોને ઘાયલ કરનાર કપિરાજને પાંજરે પુરવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઝનોર ખાતે એન.ટી.પી.સી. કંપનીની ટાઉનશીપ આવેલી છે. નદી કિનારો અને ટાઉનશીપમાં લીલાછમ વૃક્ષોની હરિયાળીને લઈ છેલ્લા કેટલાક દિવસથી એક કપિરાજ ઘુસી આવ્યો હતો. જેને પકડવા હવે વન વિભાગ અને અન્ય સંસ્થાએ કવાયત હાથ ધરી હતી.

કપિરાજે ટાઉનશીપમાં આતંક મચાવી 15 જેટલા લોકોને ઘાયલ કરી દેતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો. આતંક મચાવતા કપિરાજને પકડવા વન વિભાગને જાણ કરાતા પાંજરું મુકાયું હતું. આજે વન વિભાગ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા કપિરાજને પાંજરે પુરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાંજરે પુરાયેલા કપિરાજને જોવા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. લોકોએ પાંજરામાં પુરાયેલા વાનરના ફોટા પાડવા સાથે વિડીયો ઉતારી સેલ્ફીઓ પણ લીધી હતી અને અંતે હાશકારો અનુભવ્યો હતો કે ટાઉનશીપમાં આવી ચઢેલો વાનર ફરી તેના કુદરતી નિવાસ સ્થાન ભેગો થઈ જશે.

Facebook Comments Box

Videos

Our Partners