•  તાંઝાનિયાના 5895 મીટર ઊંચા પર્વતની શિખરે પોહચી સીમા ભગતે તિરંગો લહેરાવ્યો
  • મૂળ નેત્રંગના મોઝા ગામની અને હાલ વાલિયા રહેતી મહિલાએ શિખર પર બેસી ડો. આંબેડકરનું પુસ્તક પણ વાંચ્યું
  • 22 માર્ચે ભરૂચથી નીકળેલી 37 વર્ષની મહિલાએ 19,340 ફૂટ ઊંચું શિખર પર 4 રાત અને 5 દિવસમાં પર્વતારોહણ પૂર્ણ કર્યું

WatchGujarat. ભરૂચના મૂળ નેત્રંગના મોઝા ગામ અને હાલ વાલિયાની જલારામ સોસાયટીમાં રહેતી 37 વર્ષીય આદિવાસી યુવતીએ વિશ્વનું ચોથું સૌથી ઊંચું તાંઝાનિયા દેશમાં સ્થિત કિલીમંજારો માઉન્ટનું પર્વતારોહણ સર કરી પ્રથમ ભારતીય અને ગુજરાતી તરીકે પોતાનું નામ અંકિત કરી દીધું છે. આદિવાસી પરંપરાગત સાડી જેવા પોષાકમાં 5895 મીટર ઊંચા પર્વતને 4 રાત અને 5 દિવસમાં સે કરી ટોચ ઉપર પોહચી સીમા ભગતે તિરંગો લહેરાવી ત્યાં બેસી ડો. બાબા સાહેબનું પુસ્તક પણ વાંચ્યું હતું.

તાંઝાનિયા દેશમાં સ્થિત કિલીમંજારો માઉન્ટનું પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી મહિલા તરીકે સીમા દિલીપ ભગતે સિધ્ધિ હાંસલ કરી છે . ભારત દેશના પ ૨ પરાગત પોશાકની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઈ તિરંગો લેહરાવ્યો હતો . ડો . બાબાસાહેબ આંબેડકરની આવનારી જન્મ દિનની જયંતિના ઊજવણી ના ભાગરૂપે બંધારણની યાદમાં ડૉ . આંબેડકરનું ભારત નામનું પુસ્તક પર્વતની ટોચ ઉપર વાંચ્યું હતું.

તાંઝાનિયા દેશમાં માઉન્ટ કિલીમંજારોએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત આવેલો છે. ઊંચાઈ ની દ્રષ્ટિ એ સમગ્ર વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવતો ફ્રી – સ્ટેન્ડિંગ પર્વતમાળા છે . જે લગભગ 5,895 મીટર ( 19,340 ફૂટ ) છે. કિલીમંજા૨ માઉન્ટનું પર્વતારોહણ કરનાર પ્રથમ ભારતીય અને ગુજરાતી મહીલા સીમા દિલીપ ભગતે અનોખી સિધ્ધિ હાંસલ કરી છે.

બધાથી કંઇક અલગ કરવાની ભાવના દાખવતી સીમા બહેને ભારતના પરંપરાગત પોશાકની ઓળખ સમાન સાડી અને આદિવાસી પરંપરાગત ઘરેણાંથી સુસજ્જ થઈ તિરંગો લેહરાવ્યો હતો. રસપ્રદ બીજું એ પણ છે કે ડો . બાબાસાહેબ આંબેડકરની આવનારી જન્મ દિનની જયંતિના ઊજવણીના ભાગરૂપે બંધારણની યાદમાં ડૉ . આંબેડકર નું ભારત નામનું પુસ્તક પણ પર્વતની ટોચ ઉપર વાંચ્યું હતું.

ક્યારેક અચાનક ગરમી અને એકદમ -20 ડિગ્રી તાપમાનમાં પર્વતારોહણ કઠિન બન્યું હતું

સીમા ભગતે જણાવ્યું હતું કે, પર્વત ઉપર અચાનક ઠંડી અને એકદમ ગરમી વચ્ચે ઘણી તકલીફ પડી હતી. પર્વતારોહણ સમયે યાત્રામાં મારા મમ્મી પપ્પાનો સપોર્ટ મળ્યો હતો. સરેરાશ તાપમાન -6 થી −20 ° C સુધી ઘટી જતું હતું. ગુજરાતમાંથી અચાનક વિપરિત વાતાવરણના માઉન્ટ ઉપર ચઢાણ કરવુ ઘણુ અઘરું હતું.

દક્ષિણ આફ્રિકામાં આ એકમાત્ર એવો પર્વત છે જે બરફના ગ્લેશિયરથી ઢંકાયેલો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગરમી વધી જાય સૂર્યના કિરણો સીધા પડતાં ગરમી વેઠવી અઘરી બની જતી હતી. બીજી તરફ અચાનક -20 ડિગ્રી માઈન્સ સુધી તાપમાન પોહચી જતુ છે. પ્રતિકુળ સંજોગો વચ્ચે પણ અમારી ટીમ સાથે રાત્રે પણ ચઢાણ કર્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners