• યોગ અને પ્રાણાયામ દ્વારા અનેક રોગોને તિલાંજલિ આપી  શકાય છે : નર્મદા જિલ્લાના યોગ કોચ
  • ક્રાંતિકારી થીમને અનુક્ષીને સ્ટોરી ટેલીંગમા 16 જેટલા વિદ્યાર્થીઓએ  ઉત્સાહભેર લીધો ભાગ

WatchGujarat. દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે પાંચ દિવસીય હાથ ધરાયેલા નદી ઉત્સવની ઉજવણીમાં નર્મદા નદીના સાનિધ્યમાં મંગળવારે ત્રીજા દિવસે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે 100 થી વધુ લોકોએ યોગ નિદર્શન કરતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કરજણ જળાશય યોજના સિંચાઇ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરજણ ડેમના કાર્યપાલક ઈજનેર એસ. એમ. પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી પી. એ. હાથલીયા, જિલ્લા શિક્ષણ નિરીક્ષક ડી. બી. પટેલ, સિનીયર કોચ વિષ્ણુ વસાવા,  નાયબ કાર્યપાલક ઈજનેર એ.એસ. ઠકકર,  અધિક મદદનીશ ઈજનેર પી. સી. પટેલ, મદદનીશ ઈજનેર  હિતેશ વસાવા સહિત શાળાના વિદ્યાર્થીઓઓની ઉપસ્થિતિમાં નદી ઉત્સવ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા નદીના સાનિધ્યમાં મહાદેવ મંદિર ખાતે રાજપીપલાની સ્પોર્ટ્સ સ્કૂલ, અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ, છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, ગરૂડેશ્વરની રોશની વિદ્યાલય, નર્મદા પરિક્રમાવાસીઓ, ગ્રામજનો સહિત અંદાજે 100 થી વધુ લોકોએ યોગ, પ્રાણાયામ અને મેડીટેશનમા સહભાગી બનીને શરીરને તંદુરસ્ત , મનને સ્વસ્થ રાખવા વિવિધ મુદ્રાઓ દ્વારા સ્વસ્થ જીવન માટેનો સંદેશો આપ્યો હતો.

આ વેળાએ નર્મદા જિલ્લાના યોગ કોચ ધવલ પટેલ, જિલ્લાના પતંજલિ યોગ સચિવ પરેશ પટેલ અને હાર્ડફુલનેસ ઈન્ટ્રીટ્યુશનના દિવ્યાબા ઝાલાએ યોગ, પ્રાણાયામ અને મેડીટેશન વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. નર્મદા જિલ્લાના યોગ કોચ ધવલભાઈ એ જણાવ્યું હતું કે, યોગ અને પ્રાણાયામ નિયમિત રીતે કરવામાં આવે તો જીવન સ્વસ્થ્યપ્રદ તંદુરસ્ત બની રહે છે. યોગ અને પ્રાણાયામ કરીને અનેક  રોગોને તિલાંજલિ આપી  શકાય છે. કોરોના જેવી મહામારીમા પણ યોગ થકી  શરીરની તંદુરસ્તી જાળવી શક્યા છીએ. શાળાના 16 જેટલા વિદ્યાર્થીઓએ ક્રાતિકારી થીમ પર સ્ટોરી ટેલીંગમા ભાગ લઇને ઉત્સાહભેર પોતાના વ્યક્તવ્યો રજુ કર્યા હતાં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud