• આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનને પોલીસ અને સ્થાનિકોની મદદથી બચાવી લેવાયો
  • રાતે 11.30 એ બ્રિજ પરથી ભસૂકો મારતા નદીમાં પાણી ઓછું હોય અને તુરંત મદદ મળી રહેતા રેસ્ક્યુ કરાયો

WatchGujarat. સોમવારે રાતે 11.30 નો સમય હતો ભરૂચની ભીડભંજન ખાડીમાં રહેતો યુવાન નવા નર્મદા મૈયા બ્રિજ ઉપર આવી પોહચે છે. પરિવારને વિડીયો કોલ કરી હું આત્મહત્યા કરી રહ્યો છું નો છેલ્લો કોલ કરી નદીમાં છલાંગ લગાવી દે છે. જોકે તેના મિત્રોએ પોલીસ અને સેવાભાવી યુવાનોને જાણ કરતા તુરંત સ્થાનિકોની મદદથી ડૂબતા યુવાનને બચાવી લેવાય છે.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નવા બનેલા નર્મદા મૈયા બ્રિજ પરથી જીવનથી કંટાળી મોતની છલાંગ લગાવતા ભરૂચ ભારતી ટોકીઝ પાસે રહેતા યુવાનને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી, જુના બોરભાથા બેટ ગામના ટીના પટેલ તેમજ ગામના યુવાનો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.

શહેરની ભારતી ટોકીઝ પાસે ભીડભજનની ખાડી પાસે રહેતો 28 વર્ષીય રવિ બાબુલાલ શાહની રાતના 11:30 કલાક દરમિયાન નવા બનેલ નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા કરવાના ઇરાદે આવી ચઢે છે. બ્રિજ ઉપર ઉભા રહી પરિવારજનોને વિડિઓ કોલ કરી, હું નદી માં પડું છું એમ કહી નદીમાં મોતની છલાંગ લગાવી દે છે.

સદનસીબે નદીમાં પાણી ઓછું હોય રવિ ને બચાવા આવેલ તેના મિત્રો દ્વારા રવિ ને ડૂબતો જોઈ અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે પોલીસ ચોકીના જમાદાર ઈશ્વરભાઈ પટેલને મળી ઘટના થી વાકેફ કરાઈ છે. ઈશ્વરભાઈ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સેવાભાવી ગ્રુપના ટીના પટેલનો સપર્ક કરતા બન્ને  જુનાબોરભાથા બેટ ગામના યુવાનો સાથે તાત્કાલિક નાવડી દ્વારા નદી માંથી રવિને હેમખેમ પ્રકારે બચાવી લે છે. યુવાનને કિનારે લાવી 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners