નર્મદા નદીના કાંઠે જ ખાનગી વાહનો મારફતે કચરાનો નિકાલ કરતાં જીપીસીબીએ ફરી એકવાર નોટિસ આપી
અગાઉ ગેરકાયદે ડંપિંગ સાઇડ અંગે GPCB એ કાર્યવાહી કરી હતી
WatchGujarat.ઝાડેશ્વર નર્મદા નદીના કાંઠે ખાનગી વાહન મારફતે બારોબાર કચરાનો નિકાલ કરાતો હોવાનું ઝડપાતા જીપીસીબીએ સ્થળ પર દોડી આવી ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી છે. અગાઉ પણ ઝાડેશ્વરમાં ગેરકાયદે ડંપિંગ સાઇડ ઝડપાતા જીપીસીબી એ કાર્યવાહી કરી હતી.
તાજેતરમાં જ એક તરફ નદી ઉત્સવને લઇને નર્મદા નદીના ઘાટો પર સફાઇ અભિયાન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું તો બીજી તરફ ઝાડેશ્વર ગામ પંચાયતના સત્તાધીશો નર્મદા નદીના કાંઠે ગંદકીનું સામ્રાજ્ય ઉભું કરી રહ્યા હોય તેમ ખાનગી વાહન મારફતે કચરાનો નિકાલ કરાવી રહ્યા છે.
ઝાડેશ્વરમાં ખાનગી વાહનમાં કચરાનો જથ્થો ભરી લાવી પંચાયત દ્વારા નર્મદા નદીના કાંઠે ઠાલવવામાં આવી રહ્યો હતો ત્યારે જ ગામના જ કેટલાક લોકો સ્થળ ઉપર દોડી આવી બારોબાર કચરાનો નિકાલ કરતા પંચાયતના વાહનને પકડી પાડવામાં આવ્યું હતું. બનાવની જાણ જીપીસીબીના અધિકારીઓને કરાતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
જીપીસીબીની ટીમે સ્થળ નિરીક્ષણ કરી ગેરકાયદે ડંપિંગ સાઇડ બાદ કચરાના નિકાલ અંગે વધુ એક નોટિસ ઝાડેશ્વર ગ્રામ પંચાયતને ફટકારી છે. સરકારના નદી ઉત્સવમાં ઝાડેશ્વર ગ્રામ પંચાયત પણ જોડાઈ ઘાટ અને નદી કિનારાની સફાઈમાં જોડાયું હતું. જોકે એક તરફ સરકારી કાર્યકમમાં નદી કિનારેને સ્વચ્છ કરવા જોડાયેલ પંચાયત જ ગામના ઉકરડાનો નર્મદા નદી કાંઠે ગુપચુપ રીતે નિકાલ કરતા પકડાતા પર્યાવરણ પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.