•  સરેરાશ રોજના 65 કેસ સામે વર્ષે અકસ્માતના જ 1697 કોલ આવ્યા
  • 2021 માં ભરૂચમાં 108 સેવાને લગતા 24000 કરતા વધુ કોલ મળ્યા

WatchGujarat.ભરૂચ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રીકટમાં 7 થી વધુ ઔદ્યોગિક વસાહત, 70 KM કરતા વધુ લાંબા નેશનલ હાઇવે અને 4 તાલુકાના 180 KM વિસ્તારના કોસ્ટલ એરિયાના કારણે નાની – મોટી ઘટનાઓને લઈ હમેશા ખબરોમાં રહે છે. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ 15.50 લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતા જિલ્લામાં આરોગ્યને લઈ હમેશા જરૂરિયાત વર્તાતી રહે છે. 108 સેવા દ્વારા જારી ડેટા અનુસાર વર્ષ 2021 માં ભરૂચમાં 108 સેવાને લગતા 24000 કરતા વધુ કોલ મળ્યા છે.

108 ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી સમગ્ર ગુજરાતમાં આરોગ્યલક્ષી સમસ્યા સમયે લોકોને તાત્કાલિક મદદ પહોંચાડી જીવ બચાવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. કોઈપણ પ્રકારની ઇમર્જન્સી આવે તો હંમેશા 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડેપગે રહી લોકોનો જીવ બચાવે છે. વર્ષ 2021માં ભરૂચ જિલ્લામાં કુલ 24000 લોકોએ સ્વાસ્થ્ય સંબંધિત મદદ માંગી હતી.

જિલ્લામાં સરેરાશ રોજના 65 દર્દીઓ એમ્બ્યુલન્સની લે છે મદદ

કોરોનાકાળમાં 108 ની કામગીરી પ્રસંશનીય રહી છે. એક સમયે રોજના કેસની સંખ્યા 100 સુધી પહોંચી હતી ત્યારે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પુરી પાડવા સાથે હોસ્પિટલ ખસેડવામાં આ સેવા મદદરૂપ રહી હતી. વર્ષના 24000 દર્દીઓને તબીબી સહાય પુરી પાડનાર સેવા દરરોજ સરેરાશ 65 દર્દીઓને તબીબી સહાય આપે છે.

ભરૂચમાં 19 એમ્બ્યુલન્સ સાથે 90 કર્મચારી કોલ માટે રહેતા તૈયાર

ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 19 એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. અલગ અલગ કક્ષાનો 90 કર્મચારીઓનો સ્ટાફ ઇમરજન્સીનો કોલ મળતા તુરંત ઘટના સ્થળે પહોંચી દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવા મદદરૂપ બને છે. પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે, 108 ની ટીમ કોલ મળતા તુરંત ઘટનાસ્થળે પહોંચી દર્દી અથવા ઇજાગ્રસ્તને તાત્કાલિક અને જીવ બચાવવા જરૂરી સારવાર માટે તે સુનિશ્ચિત કરે છે. 90 કર્મચારીઓ સંક્રમણનું જોખમ અને કપરી પરિસ્થિતિઓ હોય તો પણ દર્દીઓ પ્રેત્યેની ફરજ નિષ્ઠા સાથે બજાવે છે.

ભરૂચ 108 ને વર્ષ 2021 માં મળેલા ઇમરજન્સી કોલ

– 9532 પ્રસુતિ
– 1697 માર્ગ અકસ્માત
-1470 કોરોના
– 1067 શ્વાસની તકલીફ
– 1493 તબિયત લથડવી
– 673 ઝેરી દવા પીવાના
– 418 હૃદય રોગ
– 7650 અન્ય
– 24000 કુલ કોલ

Facebook Comments Box

Videos

Our Partners