સરકારી કાર્યક્રમોમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તો દુર પણ કોંગ્રેસનાં ધારાસભ્યોને પણ પ્રતિનિધિત્વ નથી અપાતું
ભાજપ તો હાલ બદલીઓ કરીને સંતોષ માને છે પરંતુ અમે તો સીધા ઘરે બેસાડી દઇશું - ધારાસભ્ય વિમલ ચૂડાસમા
જેણે અધિકારીએ કોંગ્રેસી કાર્યકર્તાઓને પરેશાન કર્યા તે લોકોના ખરાબ દિવસો ચાલુ થઇ ચુક્યાં છે
WatchGujarat. વેરાવળમાં કોંગ્રેસ સમર્થિત સરપંચોના સન્માન સમારંભમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. અને જાહેર મંચ પરથી ધારાસભ્યએ અધિકારીઓને ધમકી આપતા કહ્યું કે, 2022 માં કોંગ્રેસની જ સરકાર બનવા જઇ રહી છે. જે અધિકારીઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓને પરેશાન કર્યા છે તેનો હિસાબ થશે. ભાજપ તો હાલ બદલીઓ કરીને સંતોષ માને છે પરંતુ અમે તો સીધા ઘરે બેસાડી દઇશું. કોંગી ધારાસભ્યની અધિકારીઓને આ પ્રકારે ખુલ્લી ધમકીથી રાજકારણ ગરમાયુ છે.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે, સરકારી કાર્યક્રમોમાં પ્રોટોકોલ અનુસાર ભાજપના હોદ્દેદારો ઉપરાંત કોંગ્રેસના પદાધિકારીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે. જો કે સરકારી કાર્યક્રમોમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તો દુર પણ કોંગ્રેસનાં ધારાસભ્યોને પણ પ્રતિનિધિત્વ નથી અપાતું. જ્યારે કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા થયેલા કામોનો જશ પણ અધિકારીઓની મિલીભગતનાં કારણે ભાજપનાં નેતાઓ ખાટી જાય છે. અને ભાજપની જી હજૂરી કરવામાં અધિકારીઓ પોતાની ફરજ ભૂલી રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, જેણે અધિકારીએ કોંગ્રેસી કાર્યકર્તાઓને પરેશાન કર્યા તે લોકોના ખરાબ દિવસો ચાલુ થઇ ચુક્યાં છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર આવ્યા બાદ તમામનો હિસાબ થશે. વર્ષોથી સરકારના કાંધીયા તરીકે કામ કરી રહેલા અધિકારીની ઉલટી ગણત્રી શરૂ થઇ ચુકી છે તેમ સમજો. ટુંક જ સમયમાં કોંગ્રેસ સરકાર આવ્યા બાદ ગુજરાતના સાચા અર્થમાં સારા દિવસો આવશે. જેમાં ચાપલુસી કરનારા અધિકારીઓને કોઈ સ્થાન નહીં મળે.