હોસ્પિટલના નવા બિલ્ડિંગના સાતમા માળે નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી અમી મકવાણા નામની 22 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી લીધી
બનાવને લઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી, આત્મહત્યા અંગેની વધુ તપાસ હાથ ધરી
યુવતિ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું
WatchGujarat. ભાવનગરની સર ટી. હોસ્પિટલના સાતમા માળે ફરજ બજાવતી 22 વર્ષીય નર્સે કોઈ કારણોસર હોસ્પિટલના સ્ટોર રૂમમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવના પગલે ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ યુવતીએ લગ્ન નહીં કરવા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળતી વિગત, મુજબ હોસ્પિટલના નવા બિલ્ડિંગના સાતમા માળે નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી અમી મકવાણા નામની 22 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. તેણીએ સ્ટોર રૂમમાં દોરડાં વડે ગળાફાંસો લગાવી મોત વ્હાલું કર્યું છે. બનાવને લઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે, અને આત્મહત્યા અંગેની વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર યુવતી શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી હોવાનું અને હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે.
નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી અમીની બેગમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે આ નોટ પણ કબજે કરી છે. યુવતીએ પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે લગ્ન નથી કરવા એટલે આ પગલું ભરુ છું. લવ યુ પપ્પા. યુવતીના આપઘાત બાદ હોસ્પિટલમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતક યુવતી સાથે કામ કરતા કર્મચારીઓ અને હોસ્પિટલ સ્ટાફની તેમજ યુવતિનાં પરિવાર-મિત્રોની પૂછપરછ હાથ ધરી છે.