• વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક યુવક જાહેર રસ્તા પર સળગતા ફટાકડાની લૂમ હાથમાં રાખી ફટાકડા ફોડી રહ્યો છે
  • જોખમી સ્ટંટને લઈ યુવક તેની સાથે સાથે બીજાની જિંદગી પણ જોખમમાં મુકી રહ્યો હોવાનું સ્પષ્ટ પણે જોઈ શકાય છે
  • વાયરલ વિડીયોમાં અન્યને મુશ્કેલીમાં મુકતા યુવક પર જરૂરી પોલીસ કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ જોવા મળી રહી છે

WatchGujarat. શહેરમાં યુવક દ્વારા સળગતા ફટાકડાની લૂમ હાથમાં લઈ જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. જેમાં આ યુવક શિવાજી સર્કલ વિસ્તારમાં સળગતા ફટાકડાની લૂમ હાથમાં લઈને ગોળ-ગોળ ફેરવી રહ્યો હતો. જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જેને પગલે પોલીસે આ કૃત્ય કરનાર યુવકને ઝડપી લેવા તાપસ આદરી છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, એક યુવક જાહેર રસ્તા પર સળગતા ફટાકડાની લૂમ હાથમાં રાખી ફટાકડા ફોડી રહ્યો છે. એટલું જ નહીં આ યુવાન રસ્તા પર ચારે બાજુએ ફરીને ફટાકડા ફોડી રહ્યો છે. જેના કારણે પસાર થતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. આ પ્રકારના જોખમી સ્ટંટને લઈ યુવક તેની સાથે સાથે બીજાની જિંદગી પણ જોખમમાં મુકી રહ્યો હોવાનું સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડતા અનેક લોકોના સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. પરંતુ આવા લોકો પોતાની જિંદગી જોખમમાં મૂકવાની સાથે આસપાસના અન્ય લોકોની મુશ્કેલીઓ વધારી દેતા હોય છે. ભાવનગરમાં આવી જ ઘટના સામે આવી છે. જેમાં એક યુવક દ્વારા સળગતા ફટાકડાની લૂમ સાથે સ્ટંટ કરતો વીડિયો સામે આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud