જમીનની નોંધણી ગ્રામ પંચાયતના રજીસ્ટરમાં કરવા તલાટી કમ મંત્રીએ રૂ.60 હજારની માંગણી કરી હતી
ભુજ એ.સી.બી સમગ્ર મામલે વાકેફ થઇને છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને રંગે હાથો ઝડપી પડ્યો હતો
ભુજ એ.સી.બી એ લાંચ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
WatchGujarat. કચ્છ જિલ્લાના ભુજ ખાતે ભડાઇ ગામમાં વરસાઇની જમીનનું વહેચાન કરેલની નોંધ ભાડઇ ગ્રામ પંચાય ના રજીસ્ટર માં ટ્રાન્સફર કરવાના પેટે તલાટી કમ મંત્રીએ રૂ.60 હજારની માંગણી કરી હતી. આ મામલો ભુજ એ.સી.બી (Anti-corruption Bureau) સુધી પહોંચ્યો હતો. એ.સી.બી એ સમગ્ર મામલે તપાસ કરી છટકું ગોઠવીને તલાટી કમ મંત્રીને રંગે હાથો ઝડપી પડ્યો હતો. પોલીસે તેના વિરુદ્ધ લાંચ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલાની વિગત એવી છે કે, કચ્છ જિલ્લાના ભુજ ખાતે ભાડઈ ગામમાં ફરિયાદીની જમીન આવેલી છે. જે જમીન વેચાણ કરી દીધું હોવાથી ફરિયાદીએ તેની નોંધ ભાડઇ ગ્રામ પંચાયતના રજીસ્ટરમાં કરાવાની હતી. આ સમગ્ર મામલે કચ્છ જિલ્લાના ભુજ, ભાડઇ તાલુકા માંડવી ખાતેના તલાટી કમ મંત્રી રાહુલ ઉમીયાશંકર રમણા (ઉ.32વર્ષ) એ કામ પતાવવા રૂ.60 હજારની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ પેટે રૂપિયા ન હતા આપવા માંગતા જેથી તેઓ ભુજ એ.સી.બી ને જાણ કરી હતી. એ.સી.બી એ સમગ્ર વાત જાણી અને છટકું ગોઠવ્યું હતું. દરમિયાન ફરિયાદીએ આવી તલાટી કમ મંત્રી રાહુલ સાથે હેતુ લક્ષી વાત કરી હતી અને ત્યાર બાદ લાંચ પેટે રૂ.60 હજાર કાઢીને આપ્યા હતા. તલાટી કમ મંત્રી રાહુલે રૂપિયા સ્વીકારતા જ એ.સી.બી ની ટિમ ઘસી આવી હતી. અને રાહુલને રંગે હાથો લાંચ લેતા ઝડપી પડ્યો હતો.
સમગ્ર મામલે એ.સી.બી એ તલાટી કમ મંત્રી રાહુલ રમણાને લાંચ પેટે રૂ.60 હજાર લેતા રંગે હાથો ઝડપી પડ્યો હતો. અને તેના વિરુદ્ધ લાંચ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- જમીનની નોંધણી ગ્રામ પંચાયતના રજીસ્ટરમાં કરવા તલાટી કમ મંત્રીએ રૂ.60 હજારની માંગણી કરી હતી
- ભુજ એ.સી.બી સમગ્ર મામલે વાકેફ થઇને છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને રંગે હાથો ઝડપી પડ્યો હતો
- ભુજ એ.સી.બી એ લાંચ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી