• જિ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે અર્જુન ખાટરીયાની વરણી કરાઈ
  • જો કે ખાટરીયાને પ્રમુખ પદ મળતા પાટીદારોમાં ભારે નારાજગી જોવા મળી 
  • નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવે તો સમગ્ર કોંગ્રેસને ફાયદો થાય તેમ છે : લલિત વસોયા

WatchGujarat.આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ચૂકી છે. જે અંતર્ગત જિ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે અર્જુન ખાટરીયાની વરણી કરાઈ છે. આજે ચૈત્રી નવરાત્રીનાં પ્રથમ દિવસે જ નવનિયુક્ત પમુખે ચાર્જ સંભાળીને પત્રકાર પરિષદ સંબોધી હતી. જો કે ખાટરીયાને પ્રમુખ પદ મળતા પાટીદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. છતાં તેઓએ નરેશ પટેલને કોંગ્રેસમાં આવકાર આપ્યો હતો. બીજીતરફ ધોરાજી ઉપલેટાનાં કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, નરેશ પટેલ આવે તો મારી સીટ ખાલી કરી તેમને ખભે બેસાડીને ચૂંટણી લડાવવા તૈયાર છું. તો અન્ય ધારાસભ્ય લલિત કગથરાએ પણ નરેશ પટેલ આવે તો યુવાનો અને ખેડૂતોને પણ લાભ થવાનું કહી આમંત્રણ પાઠવ્યું હતું.

વસોયાનાં જણાવ્યા મુજબ, નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવે તો સમગ્ર કોંગ્રેસને ફાયદો થાય તેમ છે. ધોરાજી અને ઉપલેટમાં નરેશભાઈ લડે તો મારી તૈયારી છે. અને તેઓને હું ખભે બેસાડીને ચૂંટણી લડાવવા માટે તૈયાર છું. તો ધારાસભ્ય લલિતકગથરાએ કહ્યું હતું કે, મારે અનેકવાર નરેશભાઈ સાથે સંપર્ક થયો છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો ગુજરાતના યુવાનો તેમજ ખેડૂતોને પણ ફાયદો થશે. અને કોંગ્રેસ માટે આનાથી મોટી વાત બીજી કોઈ ન હોઈ શકે. આમ સૌરાષ્ટ્રના કોંગ્રેસના બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાઈ જવા ખુલ્લું આમંત્રણ આપ્યું હતું.

રાજકોટ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અર્જુન ખાટરીયાએ જણાવ્યું હતું કે, ભાજપનાં રાજમાં વધી રહેલી મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે મોંઘવારી મુદ્દે કોંગ્રેસ કાર્યક્રમો જાહેર કરશે. આ તકે નરેશ પટેલ અંગે પૂછવામાં આવતા ખાટરીયાએ તેમને આવકાર્યા હતા. જો કે ખાટરીયાની વરણીથી પાટીદારો કોંગ્રેસથી નારાજ છે. બીજીતરફ ખાટરીયા દ્વારા જ નરેશ પટેલને કોંગ્રેસમાં આવકાર આપવામાં આવતા અનેક ચર્ચાઓ ઉઠી હતી. રાજકોટ જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડેલા જોવા મળ્યા હતા. અને મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners