• રાજ્યનાં ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર ભાજપ અને આપ આમને-સામને,કોંગ્રેસ ગાયબ
  • માત્ર ખેડૂત પેનલની દસ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી
  • આવતીકાલે 10 બેઠક પર 21 ઉમેદવારોના પરિણામ માટે મતગણતરી થશે

WatchGujarat . દેશમાં આમ આદમીનું પ્રભુત્વ દિલ્હીમાં વધારે જોવા મળે છે પરંતુ ધીમે-ધીમે અન્ય રાજ્યમાં પણ આમ આદમી પાર્ટી પગ પેસારો કરતી જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધતું જોવા મળી રહ્યું છે જેની શરૂઆત APMCની ચૂંટણીથી થતી જોવા મળી રહી છે કારણ કે આ APMCની ચૂંટણીમાં ભાજપ-આપ વચ્ચે જંગ જામ્યો છે. રાજ્યનાં ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર ભાજપ અને આપ આમને-સામને જોવા મળી છે.જ્યારે કોંગ્રેસ ગાયબ જોવા મળી છે.

આજે મહેસાણાનાં વિસનગર APMCની ચૂંટણી યોજાઇ હતી.ખેડૂત વિભાગની 16 પૈકી 10 બેઠક માટે ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી છે.તેમાં ખેડૂત પેનલની દસ બેઠક માટે ચૂંટણી યોજાઇ છે. તથા 10 બેઠક માટે 848 માંથી 846 મતદારો મતદાન કરશે.જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના 21 ઉમેદવારો મેદાનમાં છે તથા આવતીકાલે 10 બેઠક પર 21 ઉમેદવારોના પરિણામ માટે મતગણતરી થશે.

વિસનગર APMCની ચૂંટણીમાં વેપારી વિભાગની ચાર અને ખરીદ-વેચાણ વિભાગની બે બેઠકો પર ભાજપ બિન હરીફ રહી છે.જેથી ખેડૂત વિભાગની 16 પૈકી 10 બેઠકો માટે ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી યોજાતા કોંગ્રેસ ક્યાંય દેખાઇ ન હતી. માત્ર ખેડૂત પેનલની દસ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જે 10 બેઠક માટે 848 માંથી 846 મતદારો મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. આમ, ભાજપ અને આમ આદમી પાર્ટીના 21 ઉમેદવારો મેદાનમાં છે. જે 10 બેઠક પરથી મત ગણતરી આવતીકાલે હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ APMCની ચૂંટણીમાં મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યુ હતુ.હાલના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ગત ટર્મમાં વિસનગર APMCના ચેરમેન હતા અને આજે પણ ઋષિકેશ પટેલે એપીએમસી ખાતે રૂબરુ પહોંચી મતદાન કર્યું હતુ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud