• વાપીમાં આગામી 28 નવેમ્બરે નગરપાલિકાની કુલ 44 બેઠકોની ચૂંટણી યોજાશે
  • મતદાન પહેલા જ કુલ 44 બેઠકોમાંથી 1 બેઠક બિનહરીફ થતાં હવે 43 બેઠકો પર ચૂંટણી યોજાશે
  • વાપી પાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપનો વિજય થયો છે
  • વોર્ડ નં.10ની મહિલા OBC અનામત બેઠક પર એક માત્ર ભાજપના ઉમેદવાર હોવાથી તેઓ બિનહરીફ વિજેતા થયા

WatchGujarat. વલસાડ જિલ્લાના વાપીમાં આગામી 28 નવેમ્બરે નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાસે. મહત્વનું છે કે મતદાન થાય તે પહેલા જ ભાજપને એક બેઠક પર વિજય મળ્યો છે. જેથી 11 વોર્ડની કુલ 44 બેઠકો પર મતદાન થવાનું હતું તેના સ્થાને 43 બેઠકો પર ચૂંટણી યોજાશે.

વાપી નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં પહેલા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થતાં હવે કુલ 44 માંથીી 43 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ અંગે મળતી વિગતો અનુસાર વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 43 બેઠકો મળીને કુલ 102 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાનારા હતી. ફોર્મ ભરતી વખતે 44 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો મળી કુલ 172 ઉમેદવારો ફોર્મ ભર્યું હતું. ચકાસણી દરમ્યાન 116 ફોર્મ માન્ય ઠર્યા હતા. આમ ભાજપ-કોંગ્રેસ-આપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાવાનો  છે.

મતદાન પહેલા જ ભાજપનો વિજય થયો

માન્ય ફોર્મમાંથી અંતિમ દિવસે 6 ફોર્મ પરત ખેંચતા 110 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. પરંતુ આ દરમિયાન વાપી નગરપાલિકાની વોર્ડ નંબર 10ની મહિલા OBC અનામત બેઠક પર એક માત્ર ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર ઈન્દુબેન જયંતિલાલ પટેલ હતા. મહત્વનું છે કે ઈન્દુબેન પટેલ સામે સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત કોઇ અપક્ષ ઉમેદવાર ન હોવાથી આ એક તરફી જંગ રહી હતી. કોઈ પણ અન્ય ઉમેદવાદ ચૂંટણી મેદાનમાં નહીં હોવાથી તેઓ બિનહરીફ વિજેતા થયા છે.

ભાજપના ઉમેદવાર ઈન્દુબેન જયંતિલાલ પટેલનો વિજય થતાં હવે વાપીમાં ભાજપનું સંગઠન મજબૂત છે. સાથે તાજેતરમાં જ વાપીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઘણી યોજનાઓના ખાતમુર્હુત થતા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે વાપી નગરપાલિકાની આ ચૂંટણીમાં કેવા સમીકરણો બદલાય છે તે જોવું રસપ્રદ રહેશે.

Facebook Comments Box

Videos

Our Partners