• વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન
  • આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા માટેનો પ્રયાસ
  • કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

WatchGujarat.સુરતમાં આવતી કાલે ભાજપનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 30 થી 40 હજાર લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા રહેલી છે. તો બીજી તરફ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રી સહીત ભાજપના નેતાઓ પણ ઉપસ્થીત રહેશે

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ માં આગામી 24 નવેમ્બરના રોજ શહેર ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના અન્ય મહાનગરપાલિકાના સ્નેહ મિલન કરતા સુરત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું હોમટાઉન હોવાથી આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. નૂતન વર્ષના આ સ્નેહમિલન કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારી થઈ રહી છે. સમગ્ર તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તેમજ આ કાર્યક્રમમાં 30 થી 40 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા રહેલી છે. આ કાર્યકમમાં જમણવાર સુધીની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે.

સુરત બીજેપીના મહામંત્રી કિશોરભાઈ બિંદલે જણાવ્યું હતું કે સ્નેહ મિલન સમારોહની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરતમાં આ 41મો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ ભવ્ય અને દિવ્ય થશે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પેજ કમિટીથી લઈને બુથ કમિટી અને તેના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે.  આ ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પુર્ણેશ મોદી, વીનુંભાઈ મોરડિયા, તમામ ધારાસભ્ય, કોર્પોરેટરો, બીજેપના કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud