• સુરતના કઠોદરા ગામની મહિલાઓ સાથે BJP ધારાસભ્યના ડ્રાઈવરનું અસભ્ય વર્તન
  • ગામની પ્રાથમિક સ્કૂલમાં રૂમ વધારવા માટે મહિલાઓ BJP ધારાસભ્યને રજુઆત કરવા પહોંચી હતી
  • ધારાસભ્યના ડ્રાઈવરે મહિલાઓને આડોજવાબ આપતા કહ્યું કે, આ મહિલાઓ ચાર્જ થઈને આવી છે
  • ઉશ્કેરાયેલી મહિલાઓએ ડ્રાઈવર સાથે ઝપાઝપી કરી તમાચા માર્યા

WatchGujarat. સુરતના કઠોદરા ગામની મહિલાઓ સાથે ભાજપના ધારાસભ્યના ડ્રાઈવરે અસભ્ય વર્તન કરતા મામલો ગરમાયો છે. બનાવ અંગે મળતી વિગતો અનુસાર 31 ડિસેમ્બરે કઠોદરા ગામમાં આવેલી પ્રાથમિક સ્કૂલમાં રૂમ વધારવા માટે મહિલાઓ ભાજપના ધારાસભ્યને રજુઆત કરવા પહોંચી હતી. જ્યાં ધારાસભ્યના ડ્રાઈવરે મહિલાઓને આડોજવાબ આપતા કહ્યું કે, આ મહિલાઓ ચાર્જ થઈને આવી છે. જે બાદ મહિલાઓની ડ્રાઈવર સાથે ઝપાઝપી થઈ હતી. આખરે આ મામલો પોલિસ સ્ટેશને પહોંચ્યો હતો.

મીડિયા અહેવાલ અનુસાર સરથાણા પાસે કઠોદરા ગામની પ્રાથમિક સ્કુલમાં 660 વિદ્યાર્થી સામે માત્ર 5 જ રૂમ આવેલા છે, ઉપરાંત શાળામાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. જેથી ગત 31 ડિસેમ્બરે રાત્રે વાલી અગ્રણી રિંકલ પોશીયા સાથે ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાની ઓફિસે રજૂઆત કરવા માટે ગયા હતા. જ્યા ધારાસભ્યના ડ્રાયવર પ્રવિણ રાજપૂતે મહિલાઓને કહ્યું, તેઓ ચાર્જ થઈને આવ્યા છે. ડ્રાઈવરનો આ આડોજવાબ સાંભળીને હાજર મહિલાઓ ઉશ્કેરાયા હતાં અને કહ્યું કે, અમે કંઈ દારૂ પીને નથી આવ્યા તમારે મેડિકલ ચેક અપ કરાવવું હોય તો કરાવો.

મહિલાઓએ ડ્રાયવર સાથે ઝપાઝપી કરી તમાચા મારી દીધા

મહિલાઓએ ધારાસભ્યના ડ્રાઈવરને તમાચા મારતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ અંગે રિંકલ પોશીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાને અમે નવી સ્કૂલ બનાવી આપવા કહ્યું ત્યારે તેઓએ જબાવ આપ્યો કે આ મારી જવાબદારીમાં નથી આવતું. જે બાદ ધારાસભ્યનો ડ્રાઈવર પ્રવિણ રાજપૂત એવું બોલ્યો કે આ બધા ચાર્જ થઈને આવ્યા છે. તેથી ઝપાઝપી થઈ હતી.

મહત્વનું છે કે આ મામલે ડ્રાઈવર પ્રવિણ રાજપૂતે મહિલા આગેવાન રિંકલ વિરૃદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. બીજી તરફ સોમવારે કઠોદરા ગામની મહિલાઓ અને બાળકો પોલીસ સ્ટેશનમાં જ ધરણાં પર બેસી ગયા હતાં. આ મામલે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાએ પણ ડ્રાઈવરનો પક્ષ લેતા મીડિયાને જણાવ્યું હતું કે, વાલીઓ રજૂઆત કરવા આવ્યા હતા. મે તેમની રજૂઆત સાંભળીને ઘટતું કરવા આશ્વાસન આપ્યું છે. મારા ડ્રાઈવરે એવું કહ્યું જ નથી કે દારૂ પીધો છે. છતાં મારા ડ્રાઈવરને માર્યો છે. જોકે આ મામલે મહિલાઓ પોલીસ સ્ટેશન બહાર ધરણા પણ ઉતરતા મામલો ગરમાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud