કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિનહરીફ થઈ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ ભાજપના માટે સારો રહ્યો
મંગળવારે 15 જિલ્લા પંચાયત, 83 તાલુકા પંચાયત અને 70 નગરપાલિકાની બેઠક બિનહરીફ જીતી
WatchGujarat. સ્થાનિક સ્વરાજ્ય અને જિલ્લા - તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે BJP માટે મંગળવારે સારા સમાચાર આવ્યા છે. ઉના અને કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. તથા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં બિનહરીફ થયા છે. કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપે પાલિકા અને પંચાયતોની 219 સીટ પર જીત મેળવી લીધી છે. આમ ચૂંટણી યોજાતા પહેલા BJP ના ખાતામાં 219 સીટ આવી ગઈ છે.
રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ ભાજપના માટે સારો રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોએ ઠેરઠેર ફોર્મ ખેંચતા ભાજપ ચૂંટણી લડે તે પહેલા જ જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. જેમાં આજે મંગળવારે 15 જિલ્લા પંચાયત, 83 તાલુકા પંચાયત અને 70 નગરપાલિકાની બેઠક બિનહરીફ જીતી છે.
કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો વગર ચૂંટણીએ લહેરાયો હતો. 36 બેઠક પૈકીની 26 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા 26 બેઠક પર બિનહરીફ ભાજપના ઉમેદવાર જીતી ગયા હતા. તેવી જ રીતે ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી વગર જીત મેળવી લીધી છે. ઉનામાં 36માંથી 21 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારો જીતી ગયા હતા અને ઉના નગરપાલિકા કબ્જે કરી હતી.