ઉમરેઠમાં વિદેશી દારૂ વેચતો ભાજપનો કાર્યકર ઝડપાયો
પોલીસ દ્વારા સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કરાતો હતો
સોશિયલ મીડિયામાં ઘટના ફરતી થતાં પોલીસે ફરિયાદ નોંધી
ફરિયાદમાં આરોપીના પિતા અને રહેઠાણનો કોઈ ઉલ્લેખ જ નથી કર્યો
WatchGujarat. આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે તાજેતરમાં ભાજપનો એક કાર્યકર વિદેશી દારૂ વેચતો ઝડપાયો હતો. પરંતુ આ મામલે કાર્યવાહી કરવાને બદલે ઉમરેઠ પોલીસે ભીનું સંકેલવાના પ્રયાસ કરતાં સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર ઉમરેઠ પોલીસે બાતમીના આધારે ઓડ ચોકડી પાસે ઉભેલી એક કારમાંથી વિદેશી દારૂ સાથે ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ શખ્સની પૂછપરછ કરતાં તેનું નામ દિવ્યેશ હસમુખ પટેલ અને પોતે મેઘવાનો હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે વિદેશી દારૂનો જથ્થા અંગે પૂછપરછ કરી ત્યારે આરોપીએ ઉમરેઠના ભૌમિક પટેલ નામના શખ્સ પાસેથી દારૂ મેળવ્યો હોવાનું કહ્યું હતું.

મહત્વનું છે કે પોલીસ તપાસમાં શખ્સને દારૂ આપનાર ભૌમિક પટેલ ભાજપનો કાર્યકર હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ સમગ્ર મામલે પોલીસે ભીનું સંકેલવાના પ્રયાસ કરાયા હતા. પોલીસ દ્વારા આરોપી ભૌમિક પટેલને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું પણ લોકમૂખે ચર્ચાઈ રહ્યું હતું. સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસ કરાયાની ચર્ચાએ સમગ્ર ઉમરેઠ પંથકમાં જોર પકડ્યું હતું.

પરંતુ આ મામલો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતાં પોલીસ પણ દબાણ સર્જાયું હતું. અને આખરે ઉમરેઠ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે આ ફરિયાદમાં પણ ભૌમિક પટેલના પિતાનું નામ અને રહેઠાણનો કોઈ જ ઉલ્લેખ કરાયો નથી. જેને કારણે સમગ્ર પથંકમાં અચરજ ફેલાયું છે. ત્યારે આ મામલે ઉમરેઠ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.