• ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો, જાહેર કરાયો પરિપત્ર
  • ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવા શિક્ષણ બોર્ડનો પરિપત્ર
  • આગામી સમયમાં પરીક્ષા માટેની નવી તારીખો જાહેર કરાશે
Students Exam
Students Exam

WatchGujarat. ગુજરાતમાં ફરીએકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. શાળાઓમાં ઓફલાઈન શિક્ષણને પગલે અનેક વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં રાજ્યના શિક્ષણ બોર્ડે પરિપત્ર જારી કરીને ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવા અંગે જણાવ્યું છે.

દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવા પરિપત્ર

આગામી 7 અને 8 જાન્યુઆરીએ દ્વીતીય એકમ કસોટીના બીજા તબક્કાનું આયોજન કરવામા આવ્યુ હતું. હાલમાં શિક્ષણ બોર્ડે દ્વીતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલ અનુસાર હાલમાં રાજ્યમાં કોરોનાના કહેરની સાથે સાથે ઓમિક્રોન વેરિઅન્ટનો પણ વિદ્યાર્થીઓ પર ખતરો છે. જેના કારણે ઘણી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે હાલમાં રાજ્યના તરુણોને વેક્સિન આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. રસીકરણની કામગીરી તેમજ 3 થી 7 જાન્યુઆરી સુધી જાહેર કાર્યક્રમ હોવાથી હાલ પરિક્ષાઓ સ્થગિત કરવામાં આવી હોવાનું મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું છે.

નવી તારીખો આગામી સમયમાં જાહેર કરાશે

જોકે ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો હવે ક્યારે યોજાશે તે અંગે ગુજરાત શિક્ષણ બોર્ડ આગામી સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન રાજ્યના તરૂણોને વેક્સિન આપવાનું કાર્ય પૂરજોશમાં હાથ ધરાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud