રવિવારે સુરત શહેર અને જીલ્લા 1796 જેટલા કેસો નોંધાયા હતા
સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોમાં સાવધાન તમે સુરતના હાઈ રિસ્કી ઝોનમાં છો લખેલા હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા
ચેતવણીના બોર્ડ લગાવીને લોકોને સાવચેત અને સલામત રહેવા કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા સૂચના
Watchgujarat. સુરતમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. અને રોજે રોજ નવા રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. રવિવારે સુરત શહેર અને જીલ્લા 1796 જેટલા કેસો નોંધાયા હતા. સુરત જ નહીં પરંતુ હવે તો જિલ્લામાં પણ કોરોનાના કેસો એ રફ્તાર પકડી છે. ગઈકાલે જિલ્લામાં પણ 183 જેટલા કેસો સામે આવ્યા છે. તેની સાથે સાથે સુરતમાં સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોમાં સાવધાન તમે સુરતના હાઈ રિસ્કી ઝોનમાં છો લખેલા હોર્ડિંગ્સ મુકવામાં આવ્યા છે
સુરત મહાનગરપાલિકા દ્વારા સતર્કતાના ભાગરૂપે અને કોરોનાને વકરતો અટકાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક તરફ બાળકોને એટલે કે 15 થી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓને આજે ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરીથી કોવેક્સિન આપવાનું શરૂ કરવામાં આવનાર છે. તો બીજી તરફ બુસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ પણ આજથી શરૂ કરવામાં આવનાર છે. જે લોકો 60 વર્ષથી વધુની વય ધરાવે છે, કોમોર્બિડ કન્ડિશન ધરાવે છે તેવા સિનિયર સીટીઝન, ફ્રન્ટ લાઈન વર્કર્સને આજથી રસી આપવામાં આવશે.
જોકે શહેરમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યા. તેમાં પણ પહેલા તો અઠવા અને રાંદેર ઝોન જ કોરોનાના હોટસ્પોટ બનીને સામે આવ્યા હતા. પણ હવે ધીમે ધીમે કતારગામ અને વરાછા ઝોનમાં પણ કોરોનાનું સંક્ર્મણ સતત વધી રહ્યું છે. જેને લઈને કોર્પોરેશને તકેદારીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં ચેતવણીના બોર્ડ લગાવીને લોકોને સાવચેત અને સલામત રહેવા કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવા સૂચના પણ આપવામાં આવી છે.
રવિવારે પણ 70 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા. રવિવારે રાંદેર ઝોનમાં 527 કેસો નોંધાયા હતા, જયારે અઠવા ઝોનમાં 420, સેન્ટ્રલ ઝોનમાં 103, વરાછા એ ઝોનમાં 213, વરાછા બી ઝોનમાં 95 કતારગામ ઝોનમાં 199 અને લીંબાયત ઝોન 183 કેસ તેજ ઉધના ઝોનમાં 56 જેટલા કેસો નોંધાયા હતા.
આજે પાલિકાના 39 જેટલા રસીકરણ કેન્દ્રો પરથી બુસ્ટર ડોઝ આપવાની કામગીરી કરવામાં આવનાર છે. નોંધનીય છે કે કોરોનાથી બચવા માટે હવે મહાનગરપાલિકા વેક્સિનેશન પર સૌથી વધારે ફોક્સ કરી રહી છે. આ સાથે લોકોને સંક્રમણથી બચવા કોરોના ગાઈડલાઇનનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી રહી છે.