• ઢેબરપુર ગામમાં ચાકર ગામના ખેતરમાં ગયો અને હાડકા જોવા મળતા ડઘાઇ ગયો
  • માલિકને જાણ કરતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી
  • મૃતદેહ 20 દિવસથી ગુમ પરિણીતાનો હોવાનું તપાસમાં સામે આવ્યું

WatchGujarat. બોડેલી તાલુકાના ગામમાં બર્બર ઘટના સામે આવી છે. જેમાં 20 દિવસથી ગુમ પરિણીત મહિલાનો મૃતદેહ કપાસના ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવ્યો છે. જેને કારણે સમગ્ર પંથકમાં ચકચાક મચી જવા પામી છે. એટલું જ નહિ બર્બર ઘટનાને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હાલ આ મામલે પોલીસ એફ.એસ.એલ.ની મદદથી તપાસ આગળ ધપાવી રહી હોવાનું સામે આવ્યું છે.

બોડેલી તાલુકામાં ઢેબરપુર ગામ આવેલું છે. ઢેબરપુર ગામમાં આવેલા કપાસના ખેતરમાં આજે સવારે બારીયા નટવરભાઇ નાગજીભાઇ કામ કરવા માટે ગયા હતા. જો કે ખેતરના મધ્યમાં હાડકા અને વાળ તથા મહિલાના કપડા દેખાતા તેઓ ગભરાઇ ગયા હતા. અને તાત્કાલિક આ મામલે ખેતર માલિકનો સંપર્ક કરીને જાણ કરી હતી. જાણ થતા માલિક ખેતરે આવી ગયા હતા અને પોલીસને જાણ કરતા કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક રીતે મરેલા વ્યક્તિની લાશને જમીનમાં દાટી દીધી હોવાનું ધ્યાને વતા મામલાની સંવેદનશીલતાને લઇ તાત્કાલિક બોડેલીના મામલતદાર અને એફ.એસ.એલની ટીમનો જાણકારી આપવામાં આવી હતી.

તમામને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને એફ.એસ.એલ ના અધિકારીઓ દ્વારા મામલતદારની હાજરીમાં જમીનમાં દાટેલી લાશને બહાર કાઢવામાં આવી હતી. તેની ઓળખ કરવા જતા લાશ યુવતિની હોવાનું સામે આવ્યું હતું. ગ્રામજનોની પુછપરછ કરતા જમીનમાંથી દાટેલી હાલતમાં મળી આવેલો દેહ 20 દિવસથી ગુમ થયેલા રેખાબેન રઘુભાઇ તડવીનું હોવાનું સામે આવ્યું હતું. રેખાબેનના લગ્ન કાયાવરોણ ગામે રહેતા પિયુષ સાથે થયા હતા. લગ્ન બાદ રેખાબેન તેના સાસરે જતા નહિ હોવાનું સ્થાનિકોએ તપાસ અધિકારીઓને જણાવ્યું હતું.

હાલ બોડેલી પોલીસે પરિણીતાની લાશ નો કબ્જો લઈ તેનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ તથા એફ.એસ.એલ.ની તપાસ બાદ રેખા બેન કેવી રીતે હત્યા થઈ? અને કોન હત્યા કરી ખેતર માં દાટી દીધી હતી તે દિશામાં વધુ માહિતી સામે આવી શકે તેમ છે.

Facebook Comments Box

Videos

Our Partners