- કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનો આજે જન્મ દિવસ છે
- ફૈઝલ પટેલને જન્મ દિવસની શુભેચ્છા આપતા બોલિવૂડ અભિનેત્રીએ ટ્વીટ કર્યુ
- ટ્વીટમાં અભિનેત્રીએ લખ્યું – હેપ્પી બર્થડે માય ડાર્લિંગ, લવ યુ
- ફૈઝલ પટેલને અભિનેત્રીએ કરેલું આ ટ્વીટ ચર્ચાનો વિષય બન્યું
WatchGujarat. આજે કોંગ્રેસના દિવંગત નેતા અને રાજ્ય સભાના પૂર્વ સાસંદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનો જન્મ દિવસ. ફૈઝલ પટેલ અનેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જન્મ દિવસની શુભકામનાઓ આપી છે. પરંતુ તેમાં બોલિવૂડની જાણિતી અભિનેત્રીએ કરેલું ટ્વીટ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ ટ્વીટમાં અભિનેત્રીએ ફૈઝલને ” હેપ્પી બર્થડે માય ડાર્લિંગ, લવ યુ ” કહીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને આજે જાણીતી ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલે ટ્વીટર પર ટ્વીટ કરીને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી. જેમાં અમિષાએ લખ્યું હતું કે, “હેપ્પી બર્થડે માય ડાર્લિંગ….લવ યુ…હેવ અ સુપર ઑસમ યર…,” અભિનેત્રી અમિષા પટેલનું આ ટ્વીટ હાલ વાયુવેગે વાયરલ થયું છે.
Happy bday my darling @mfaisalpatel … love uuuuu … ❤️💖💖💞💓💘have a super awesome year ❤️💖💖💖 pic.twitter.com/Yworua1hLv
— ameesha patel (@ameesha_patel) December 30, 2021
અત્રે ઉલ્લેખનીય છે કે દિવંગત અહેમદ પટેલ રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા. જેઓએ ઈંદિરા ગાંધીથી લઈને મનમોહનસિંહ સુધીના અનેક કોંગ્રેસી પ્રધાનમંત્રી સાથે કામ કર્યું હતું. તેઓ કોંગ્રેસના રણનિતીકાર અને સલાહકારની ભૂમિકામાં હતા. તેઓના દેહાંત બાદ તેમના પુત્ર અને પુત્રીએ સેવા કાર્યો આગળ ધપાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
ગદર પાર્ટ-2 માં જોવા મળશે અભિનેત્રી અમિષા પટેલ
અભિનેત્રી અમિષા પટેલના વર્કફ્રન્ટની વાત કરીએ તો થોડા સમયમાં સની દેઓલ સાથે તેમની ફિલ્મ “ગદર પાર્ટ-2” રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું શૂંટીગ હાલ ચાલી રહ્યું છે. વર્ષ 2000માં અમિષા પટેલે બોલિવૂડ ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે હાલ જાણીતા અભિનેત્રી અને મોડેલ છે.