ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ વિશે સાહિત્ય તથા લેખનજગતના ઘણા મહાનુભાવોએ પોતાનાઅભિપ્રાયો વ્યક્ત કર્યા છે, જેમાં આજે www.watchgujarat.comના વાચકો માટે ખાસ ગુજરાતના જાણીતા કટારલેખક અને પત્રકારતુષાર દવેનું મંતવ્ય પ્રસ્તુત છે:

“પરખ મિત્ર છે, પણ જો મિત્ર ન હોત તો પણ નવી પેઢીનો કોઈ યુવાન લેખક ગુજરાતી નવલકથા માટે ત્રણેક વર્ષ પરસેવો પાડે, રિસર્ચ માટે સોમનાથથી માંડીને દુબઈ સુધીની આર્કિયોલોજિકલ સાઈટ્સ ખુંદી વળે એ ઘટના જ મારા માટે ફેસિનેટિંગ છે. ‘મૃત્યુંજય’ માટેની પરખની મહેનતનો હું અમુક અંશે સાક્ષી રહ્યો છું અને સંયોગે આ નવલકથાના પ્રકાશનની પ્રક્રિયામાં ક્યાંક થોડો નિમિત્ત પણ બન્યો છું. એ રીતે મને ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ એ પહેલા વાંચવા મળેલી. વાંચીને નીચે મુજબનો એક નાનો પ્રતિભાવ લખેલો. જે બુકમાં છપાયો પણ છે કે –

માતૃભાષામાં અશ્વિન સાંઘી, ક્રિસ્ટોફર સી. ડોયલ, વિનીત બાજપેયી શૈલીની નવલકથા જોઈને જ એક ગુજરાતી તરીકે મારી છાતી ગજગજ ફૂલી રહી છે. 21મી સદીના ત્રીજા દાયકાના પ્રારંભે ગુજરાતી સાહિત્ય જગતમાં બનેલી આ ઘટના બે હાથે વધાવી લેવા જેવી છે.

https://www.facebook.com/watchgujaratnews

આ જોનરમાં હું અશ્વિન સાંઘીનો બહુ મોટો ફેન છું, ‘મૃત્યુંજય’ વાંચતી વખતે એવું લાગ્યું જાણે કે હું અશ્વિન સાંઘીની જ કોઈ કથા વાંચી રહ્યો છું અને આ બહુ મોટી વાત છે. આ પ્રકારની કથાઓ અને શૈલીની એક ખાસિયત એ હોય છે કે એ જેમ જેમ આગળ વધે એમ એમ વાચકોની પ્યાસ વધારતી જાય. એમાં ફેક્ટ અને ફિક્શનની એવી ચટપટી ભેળપૂરી હોય કે ખબર જ ન પડે કે શું ફેક્ટ છે અને શું ફિક્શન? આવી કથાઓ વાંચતા વાંચતા ફેક્ટ અને ફિક્શનની ઓળખ કરવાની માનસિક કસરત ચાલ્યા કરે. જે બહુ જ રોમાંચક હોય છે. ‘મૃત્યુંજય’માંથી પસાર થતી વખતે પણ આવો જ રોમાંચક અનુભવ થાય છે. આ કથા વાચકોમાં આપણા ઈતિહાસ અને પૂરાણના કેટલાક પ્રમાણમાં અજાણ્યા પાસાઓ વિશે વધુને વધુ જાણવાની કૂતુહલવૃત્તિ ખીલવશે એની ખાતરી છે.

‘સાયન્ટિફિક ધર્મ’ જેવું લોકપ્રિય પુસ્તક આપ્યા બાદ આ નવલકથાના માધ્યમથી પરખે સીધો હનુમાન કૂદકો માર્યો છે. જે એની પાસેથી અપેક્ષિત પણ હતો. સાયન્સ અને ધર્મ ભેગા થાય એ ઘટના જ ઐતિહાસિક હોય છે અને એ જ્યાં ભેગા થાય એ ક્ષિતિજ પર જ ઈતિહાસ રચાતો હોય છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ નવલકથા ચોક્કસપણે ઈતિહાસ સર્જશે. મોડર્ન માયથોલોજીકલ થ્રીલર્સનો દુકાળ ધરાવતી ભાષામાં ‘મૃત્યુંજય’ દ્વારા મિત્ર પરખે કરેલું મંગલાચરણ નવી આશાઓ જન્માવે છે. Parakh Bhatt, Raj Javiya અને નવભારત પ્રકાશનને હદયપૂર્વક શુભેચ્છાઓ.

(તુષાર દવે)

ઉપરના પ્રતિભાવમાં મેં લખતા તો લખી નાંખેલું કે, ‘…એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આ નવલકથા ચોક્કસપણે ઈતિહાસ સર્જશે.’ – લખ્યાં પછી એના પર બે-ત્રણ વાર વિચાર કરેલો કે આ વાક્ય ક્યાંક ઓવરપ્લે તો નથી થઈ રહ્યું ને? પરખની નોવેલ આવી રહી છે અને મને જે બહુ જ ગમે છે એ જોનરમાં આવી રહી છે એ હરખમાં તો નથી લખાઈ ગયુ ને?, પણ મને એના કથાવસ્તુમાં રહેલા આકર્ષણનો અંદાજ આવી રહ્યો હતો. કથાવસ્તુ અને કથા બન્નેમાં રહેલી બળકટતા મને સ્પર્શી ગયેલી. વળી, ‘મૃત્યુંજય’નો પ્રોજેક્ટ જે ફલક પર આકાર લઈ રહ્યો હતો… પરખ-રાજ, પ્રકાશક મિત્ર Ronak Shah અને Navbharat Sahitya Mandirની ટીમ, હિમાંશુ જોશી, કિશન જોશી, યશ પરમારની ફોર્ચ્યુન ડિઝાઈનિંગ સ્ટુડિયોની ટીમ જે સ્તરે કામ કરી રહી હતી એ અનબિલિવેબલ હતું. બધું જ નજર સામે જ થઈ રહ્યું હતું. એ બધું જોઈને આ ઐતિહાસિક નવલકથા ઈતિહાસ સર્જશે એવી લાઈન બદલવાનો વિચાર આવ્યો હોવા છતાં ન બદલી અને આ ટીમે એને સાચી સાબિત કરી બતાવી.

એ ભારતના ટોચના પ્રકાશન ગૃહ થોમ્સનમાં પ્રિન્ટ થયેલી પહેલી ગુજરાતી બુક બની. એ પણ ફર્સ્ટ એડિશન 5000 કોપી. 399 રૂપિયા કિંમત હોવા છતાં માત્ર 21 જ દિવસમાં એની 1689 કોપી એડવાન્સ બુક થઈ ગઈ. જે સામાન્ય ગુજરાતી પુસ્તકની એક આખી એડિશન કરતાં પણ મોટો આંકડો છે. ‘મહા-અસુર શ્રેણી’નો પહેલો ભાગ ‘મૃત્યુંજય’ હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઇટેડ કિંગ્ડમ અને યુનાઇટેડ આરબ એમિરાટ્સ (દુબઈ, શારજાહ, અબુધાબી, ઉમ્મ અલ-કુવૈન, ફુજૈરાહ, અજમાન અને રાસ અલ-ખૈમેહ) સુધી પહોંચવા માટે થનગની રહ્યો છે. અત્યારે મોદીસાહેબ જે ઝડપે વિદેશપ્રવાસ નથી કરી રહ્યાં એથી વધુ ઝડપે પરખ પોતાની નોવેલ વિવિધ દેશોમાં પહોંચાડી રહ્યો છે. પાંચ ભાગની આ મહાનવલ સાથે આ અને આવા અનેક ઈતિહાસ જોડાવા જઈ રહ્યાં છે.

લોન્ચિંગ બાદ ‘મૃત્યુંજય’ લઈને ઘરે ગયો એ રાત્રે જ પપ્પાએ ઉપાડી અને ત્રણ જ દિવસમાં વાંચી નાંખી. આમ તો પપ્પા જૂના અને ઘડાયેલા વાચક છે, પણ એમણે લગભગ દોઢેક વર્ષથી કોઈ પુસ્તક ઉપાડ્યું નહોતું. એેમણે ‘મૃત્યુંજય’નું કવર જોઈને ઉપાડી અને ત્રણ જ દિવસમાં પતાવી નાંખી એ ઘટના પણ કોઈ ઈતિહાસથી કમ નથી જ.

વધુ એકવાર લેખક-પ્રકાશક મિત્રોને શુભેચ્છાઓ.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટપરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud