WatchGujarat. ભગવાન શિવની કૃપા ફક્ત હિંદુઓ કે શિવભક્તો પૂરતી જ મર્યાદિત નથી, તેમની શ્રદ્ધાથી જે પણ પૂજા કરે તેના પર પણ તેમની કૃપા ઉતરે છે. ભારતમાં અંગ્રેજોએ કેટલાય વર્ષ શાસન કર્યુ હતુ અને કેટલાય ચર્ચ બનાવ્યા હતા, પરંતુ અહીં વાત એક અંગ્રેજ શિવભક્તની છે જેણે શિવજીના એક મંદિરનો જીર્ણોદ્વાર કર્યો હતો. પણ આ અંગ્રેજ શિવભક્ત કઈ રીતે બન્યો તેની કહાણી રસપ્રદ છે.

આ વાત 1880ના વર્ષની છે. તે સમયે લેફ્ટનન્ટ કર્નલ માર્ટિનના નેતૃત્વમાં મધ્યપ્રદેશમાં માલવા સ્થિત હિંદુ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો. કર્નલ માર્ટિન ભોલેનાથના મોટા ભક્ત હતા, તેમણે પોતે જ દાવો કર્યો હતો કે અફઘાન યુદ્ધમાં ભગવાન શિવે તેમનો જીવ બચાવ્યો હતો. કર્નલ માર્ટિન તે વખતે અફઘાન યુદ્ધમાં ફસાયેલા હતા. તે સતત પત્નીને પત્ર લખીને યુદ્ધની પરિસ્થિતિની વિગત આપી રહ્યા હતા. આ યુદ્ધ લાંબુ ચાલી રહ્યુ હતુ અને અચાનક જ કર્નલની પત્નીને તેમના પત્રો મળતા બંધ થઈ ગયા. આ બાજુ ભારતમાં માલવામાં પત્ની પતિના પત્રની રાહમાં ચિંતાતુર થઈ ગઈ હતી. તેની ચિંતા રોજબરોજ વધી રહી હતી.

મંદિરના પૂજારીએ શ્રીમતી માર્ટિનને આપેલી સલાહ મહત્ત્વની નીવડી

પોતાના મનને શાંત રાખવા માટે મિસીસ માર્ટિન થોડા સમય માટે ઘોડેસવારી કરવા લાગી. ઘોડેસવારી કરતા-કરતા તે એક દિવસ બૈજનાથ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી. તે વખત આરતીનો સમય હતો. ચારેય બાજુ શંખ અને મંત્રોનો જાપ ગુંજી રહ્યો હતો. આ દ્રશ્યે જોઈને શ્રીમતી માર્ટિન પોતાને રોકી ન શકી અને ભગવાન શિવની પૂજાનેજોવા મંદિરમાં ગઈ. પૂજા કરનારા મંદિરના પૂજારી શ્રીમતી માર્ટિનના ચહેરા પર ચિંતાના વાદળોને જોઈ શક્યા હતા. તેમણે વિનમ્રતાપૂર્વક પૂછ્યું શું ખરાબ થયું? શ્રીમતી માર્ટિને પોતાની સમગ્ર પરિસ્થિતિ પૂજારીને જણાવી. તેના પછી પૂજારીઓએ શ્રીમતી માર્ટિનને જણાવ્યું હતું કે ભગવાન શિવ પોતાના દરબારમાંથી કોઈને નિરાશ કરતા નથી. તે પોતાના ભક્તોનો પોકાર જરૃર સાંભળે છે અને તેમને દુઃખોમાંથી બહાર કાઢે છે. તેના પછી એક પૂજારીએ શ્રીમતી માર્ટિનને ૧૧ દિવસ સુધી ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરવાની સલાહ આપી. શ્રીમતી માર્ટિને પોતાના પતિ સાજાનરવા પરત ફરે તેવી પ્રાર્થના ભગવાન શિવ સમક્ષ કરી. તેમણે જણાવ્યું કે પોતાના પતિ અફઘાન યુદ્ધમાંથી સલામત પરત ફર્યા તો તે જર્જર થઈ ગયેલા શિવમંદિરનો જીર્ણોદ્વાર કરાવશે.

અંગ્રેજે તેની નજર સમક્ષ ચમત્કાર જોયો

તેના બરોબર દસમાં દિવસે અફઘાન યુદ્ધમાં ફસાયેલા કર્નલ માર્ટિનનો પત્ર તેમની પત્નીને મળ્યો હતો. તેમણે લખ્યું હતું કે યુદ્ધ દરમિયાન હું તને સતત પત્રો લખતો હતો, પરંતુ પઠાણોના લશ્કરે અમને અચાનક ઘેરી લીધું હતું. મને તે સમયે લાગ્યું હતું કે અમારી પાસે બચવાની કોઈ તક રહી નથી. પરંતુ આ રણભૂમિમાં મેં મારી આંખો સમક્ષ ચમત્કાર થયેલો જોયો છે. આ સંદેશ વાંચતા જ શ્રીમતી માર્ટિનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમા ભગવાન શિવ પ્રત્યે આસ્થા અને આભારની લાગણી પ્રગટ થઈ રહી હતી. તે ભગવાન શિવની મૂર્તિના ચરણમાં સૂઈ ગઈ અને સાક્ષાત દંડવત્ પ્રણામ કર્યા. તેના થોડા દિવસ પછી જ્યારે કર્નલ માર્ટિન પરત ફર્યા ત્યારે તેમની પત્નીએ પૂરેપૂરી વાત કહી. હવે બંને પાક્કા શિવભક્ત બની ચૂક્યા હતા. તેમણે ૧૮૮૩માં મંદિરનો જીર્ણોદ્વાર કરવા માટે ૧૫,૦૦૦ રુપિયાનું દાન આપ્યું હતું. તે વખતે આ રકમ ઘણી મોટી હતી. આ જાણકારી આજે પણ બૈજનાથ મંદિરમાં રાખેલા એક પત્થર પર લખાયેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud