• એબીસી સર્કલ પર રખડતા આખલાની ફરિયાદ મળતાં પકડવામાં આવ્યો
  • પાલિકાના અધિકારીઓના હાથમાં આવીને પણ આખલો નાસી જતાં પકડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી
  • કોર્પોરેશનની ટીમે ઢોરને પકડવા પહેલા પોતાની સુરક્ષા માટે એસઆરપીની ટીમને સાથે લઈ જવાની ફરજ પડે છે

WatchGujarat.રસ્તા પર રખડતા ઢોરોની સમસ્યા દરેક મહાનગરોમાં સામાન્ય બની રહી છે. જેને કાબુમાં રાખવા અસંખ્ય નિયમો અને જાહેરનામા બહાર પાડવામાં આવે છે. પરંતુ તેનું પાલન ન થતું હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. મહાનગરપાલિકાની દબાણ ટીમને આ કામગીરી માટે મદદ કરવા સરકાર દ્વારા એસઆરપીની ટુકડીઓ પણ ફાળવવામાં આવી છે. જેથી દબાણ ટીમ પર થતા હુમલાઓને પણ અટકાવી શકાય. પરંતુ એ વાત હકીકત છે કે કોર્પોરેશનની દબાણ ટીમને રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા માથે પસીનો આવી જાય છે. જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

સુરતના એબીસી સર્કલ વિસ્તારમાં આખલાનો ત્રાસની ફરિયાદ મળતા કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ અહીં પહોંચી હતી. અને ફરિયાદને આધારે આ આખલાને પકડી પાડ્યો હતો.

લોકોની ફરિયાદ હતી જે અહીં રખડતા ઢોર અને આખલાનો ત્રાસ એટલો બધો છે કે સ્થાનિકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર બેસેલા ઢોર અને આખલાને કારણે લોકોને વાહન ચલાવવાની પણ મુશ્કેલી પડે છે. એટલું જ નહીં કેટલીક વખત આ પશુઓ દ્વારા ચાલતા જતા લોકો પર હુમલાઓ પણ કરવામાં આવે છે જેના કારણે તેમને ઈજા પહોંચે છે.

લાંબા સમયથી લોકોની ફરિયાદ હોય છેવટે કોર્પોરેશનની તેની જાણ કરવામાં આવી હતી લોકોની ફરિયાદને ધ્યાનમાં રાખીને મહાનગર પાલિકાની દબાણ ટીમ દ્વારા માથાભારે આખલાને મહા મહેનતે ઊંચકી લેવામાં આવ્યો હતો. કોર્પોરેશનની ટીમે ઢોરને પકડવા પહેલા પોતાની સુરક્ષા માટે એસઆરપીની ટીમને સાથે લઈ જવાની ફરજ પડે છે

જો કે જે પ્રમાણે વીડિયોમાં જોઇ શકાય છે તેના પરથી એ સમજી શકાય છે કે આખલાનો આ વિસ્તારમાં ભારે ત્રાસ રહ્યો હશે. અગાઉ પણ કોર્પોરેશનની ટીમ દ્વારા આખલાને પકડવામાં આવ્યો હતો છતાં પણ તે નાસી ગયો હતો ને પકડવા માટે દબાણ સ્ટાફને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Facebook Comments Box

Videos

Our Partners