WatchGujarat. જી કરદા દીલાદું તુજે બુર્ઝ ખલીફા બોલીવુડની જાણીતી ફિલ્મના સોંગની લાઇન છે. પરંતુ બુર્ઝ ખલીફા જોવું કરોડો લોકો માટે જીવનનું સ્વપ્ન બનીને જ રહેશે. પરંતુ તમે બુર્ઝ ખલીફાને તમારા નજીક ખાઇ શકો છો. જાણીને ચોંકશો નહિ પરંતુ હા હકીકત છે. વડોદરાથી 80 કિમી દુર આવેલા ભરૂચમાં મળે છે, બુર્ઝ ખલીફા બરફનો ગોળો. ગુજરાતમાં સંભવત: એક જ જગ્યાએ બુર્ઝ ખલીફા ગોળો મળે છે. અહિંયા લોકો કોઇ પણ સીઝનમાં બુર્ઝ ખલીફા ગોળો ખાવા આવે છે. સોશિયલ મીડિયામાં કરોડો હિટ્સ ધરાવતા વડોદરાના જાણીતા ફૂડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા બુર્ઝ ખલીફા ગોળાને શોધીને વ્યુઅર્સ માટે રિવ્યુ કરી હતી.

કરણ ઠક્કરે રિવ્યુ આપતા જણાવ્યું કે, અહિંયા મળતો બુર્ઝ ખલીફા ગોળો સમગ્ર રાજ્યમાં ફેમસ છે. અહિંયા લોકો અલગ અલગ શહેરોમાંથી પણ ખાવા માટે આવે છે. અહિંયા તકેદારીના તમામ પગલા સાથે આઇસ ડીશ સર્વ કરવામાં આવે છે. અહિંયા બુર્ઝ ખલીફા ગોળાની સાથે અન્ય આઇશ ડીશ પણ મળે છે. જે લોકોમાં ભારે આકર્ષણ જમાવે છે.

ફૂડ સ્ટાર – 4.5 / 5

હાઇજીન – 4 / 5

બુર્ઝ ખલીફા ગોળો ક્યાં મળે / Zadeshwar Rd, Pushpakunj Society, Ramvatika Society, Zadeshwar, Bharuch, Gujarat 393010

Karan Thakkar

(eatinvadodara@gmail.com)

ઉપરોક્ત સ્ટોરી ફુડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા ફાઇલ કરવામાં આવી છે. જાણીતા ફુડ બ્લોગર કરણ ઠક્કર દ્વારા Watchgujarat.com પર વડોદરાના સ્ટ્રીટ ફુડ, ચટાકેદાર વાનગીઓ, અવનવી વેરાયટી સાથેની ફુડ પ્રીપેરેશનનો રિવ્યું કરશે. કરણ ઠક્કર છેલ્લા 2 વર્ષથી ફુટ બ્લોગીંગ સાથે સંકળાયેલા છે.  તેઓ eatinvadodara નામથી સોશિયલ મિડીયા પર એકાઉન્ટ ધરાવે છે. તેઓ એક્સપર્ટ સોશિયલ મિડીયા સ્ટ્રેટર્જીસ્ટ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud