ટોળકી લોનના નામે નકલી ચલણી નોટો બજારમાં ફેરવવાનું રેકેટ પણ ચલાવે છે.
મુંબઇના કન્સ્ટ્રક્શન ધંધાર્થીને નકલી સોનું પધરાવી ઠગ ટોળકીએ લાખોનો ચૂનો ચોપડ્યો
આ અંગે રાજ્યનાં ડીજીપીને ધંધાર્થીએ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી
Watchgujarat.ફેસબુક પર સસ્તુ સોનું આપવાની લાલચ આપી લાખોની ઠગાઇ આચરતી ટોળકી રાજ્યમાં રાજકોટ,અમદાવાદ, ભચાઉ, સામખિયારી તેમજ મુંબઇ સુધી ફેલાયેલી છે. આ ટોળકીના સાગરીતો લોકોને નકલી સોનું પધરાવી લાખો રૂપિયા લઇ રફુચક્કર થઇ જાય છે. મુંબઇના કન્સ્ટ્રશનના ધંધાર્થીને ત્રણ મહિના અગાઉ કચ્છના ભચાઉમાં સોનાની ડિલિવરી આપવાના બહાને રૂ.3.50 લાખની રોકડ લઇ ટોળકી ફરાર થઇ ગઇ હતી. આ અંગે રાજ્યનાં ડીજીપીને ધંધાર્થીએ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. આ ટોળકીની લોનના નામે નકલી ચલણી નોટો બજારમાં ફેરવવાના રેકેટમાં સંડોવણી હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતુ.
મળતી માહિતી મુજબ મુંબઇના સાંતાક્રૂઝ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનના ધંધાર્થી વિરેન્દ્ર પાંડેયનો સંપર્ક ફેસબુક પર દીપક પટેલ નામના શખ્સ સાથે થયો હતો. દીપકે પોતે સસ્તા સોનાનો વેપાર કરતા હોવાનું તેમજ સસ્તામાં સોનું આપવાની વાત કરી હતી. આ અંગે ચેટિંગમાં વિરેન્દ્રભાઇએ સોનાનો ભાવ પૂછતા દીપકે રૂ.3.50 લાખની 100 ગ્રામ ગોલ્ડ આપવાની વાત કરી હતી. વાતચીત દરમિયાન વિરેન્દ્રભાઇએ સોનુ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરતાં દીપકે આંગડિયા પેઢીનું વિઝિટિંગ કાર્ડ મોકલી તેમાં પૈસા મોકલવા જણાવ્યું હતું.
જો કે, વિરેન્દ્ર પાંડેયે આંગડિયા પેઢીમાં પૈસા મોકલવાની ના પાડીને દીપકે રૂબરૂ મળી સોનું બતાવવા અને ચેક કર્યા બાદ તેઓ પૈસા ચૂકવશે તેમ જણાવ્યું હતુ. શરૂઆતમાં દીપકે અમદાવાદ, રાજકોટ, ભચાઉ અને સામખિયારી મળવાનું જણાવ્યું હતુ. જો કે બાદમાં ભચાઉ ખાતે મુલાકાત થશે તેમ વિરેન્દ્રભાઇને કહેવામાં આવ્યું હતુ. જે મુજબ વિરેન્દ્રભાઇ ભચાઉ પહોંચ્યા ત્યારે દીપકે 100 ગ્રામ સોનાની પૈસા લઇ રેલવે સ્ટેશન પાસે ડિલિવરી આપી હતી. જે ચેક કરાવવાનું કહેતા દીપકના ચહેરાના ભાવ બદલાયા જો કે રસ્તામાં ચા પીવાના બહાને વિરેન્દ્ર પાંડેયને કારમાંથી ઉતારીને દીપક તેના ડ્રાઇવર સાથે પૈસા લઇ ફરાર થઇ ગયો હતો. આ અંગે વિરેન્દ્ર પાંડેયએ ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયા, હોમ સેક્રેટરી સહિતની કચેરીમાં ફરિયાદ કરી છે. ભોગ બનનાર વિરેન્દ્ર પાંડેયએ જણાવ્યું હતુ કે દીપકનો મુખ્ય બોસ કે.બી.પટેલ તેમજ બીજા સાગરીતો જયદીપ અને કૃણાલ સોની છે. આ ટોળકી લોન આપવાના નામે નકલી ચલણી નોટો પણ પધરાવે છે. એક કરોડની લોન સામે તમે 35 લાખની ચલણી નોટો તેવી વાતો ફોન પર કરે છે. જેની પાછળ મૂળ તેઓ એક કરોડની નકલી નોટ આપવાની વાત કરે છે.
- ટોળકી લોનના નામે નકલી ચલણી નોટો બજારમાં ફેરવવાનું રેકેટ પણ ચલાવે છે.
- મુંબઇના કન્સ્ટ્રક્શન ધંધાર્થીને નકલી સોનું પધરાવી ઠગ ટોળકીએ લાખોનો ચૂનો ચોપડ્યો
- આ અંગે રાજ્યનાં ડીજીપીને ધંધાર્થીએ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી