• કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાવવાના સંકેત દેખાઇ રહ્યાં છે
  • બે દીવસ પહેલા જ ભાજપ સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ધારાસભ્ય અંબરીશ ડેરની મુલાકાત થઈ હતી
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અંબરીશ ડેર પર એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું
  • અમરીશ ડેરને મારે ખખડાવા છે મારે અધિકાર છે – સી.આર.પાટીલ

WatchGujarat. જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યના રાજકારણમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ભાજપ દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. જેને અનુસંધાને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડવાની કવાયત પણ આરંભી દેવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાવવાના સંકેત દેખાઇ રહ્યાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પણ આ અંગેના સંકેત આપતા નિવેદન સામે આવ્યા છે. જેમાં તેમને કહ્યું કે, અમે ડેર માટે હજુ ખાસ જગ્યા રાખી છે.

આજે અમરેલી જિલ્લામાં રાજુલાના બાબરીયાધાર ગામમાં આહીર સમાજ સમિતિ આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અંબરીશ ડેર પર એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ધારાસભ્ય અમરીશ ડેરને મારે ખખડાવા છે મારે અધિકાર છે. મારી પાર્ટીના ઘણા લોકો તેના ખાસ મિત્રો છે તેનો ઉદય પણ ત્યાંથી જ થયો. આ સાથે જ પાટીલે ઉમેર્યું કે અમે તેની માટે ખાસ જગ્યા હજુ રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સી.આર.પાટીલની જીભ લપસી હતી અને તેમણે ધારાસભ્ય ડેરને ખેર કહ્યા હતા. હારે હતા એટલે થોડી થોડી ભૂલ થઈ જાય કહી રમૂજ પણ પાટીલે ફેલાવી હતી. મહત્વનું છે કે બે દીવસ પહેલા જ ભાજપ સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ધારાસભ્ય અંબરીશ ડેરને ત્યાં ગયા હતા. હજી આ મુલાકાતને બે દિવસ પછી આજે ફરી ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જાહેરમાં આવા નિવેદન કરતા અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.

Facebook Comments Box

Videos

Our Partners